Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્રૅક્ટિસ-સેશને આપ્યો અણસાર, ગિલ-જાડેજા ઊતરશે મેદાનમાં

પ્રૅક્ટિસ-સેશને આપ્યો અણસાર, ગિલ-જાડેજા ઊતરશે મેદાનમાં

24 December, 2020 02:22 PM IST | Melbourne
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રૅક્ટિસ-સેશને આપ્યો અણસાર, ગિલ-જાડેજા ઊતરશે મેદાનમાં

પ્રૅક્ટિસ-સેશને આપ્યો અણસાર, ગિલ-જાડેજા ઊતરશે મેદાનમાં


પહેલી મૅચની નાલેશી ભૂલીને ટીમ ઇન્ડિયાએ શનિવારથી શરૂ થતી બીજી ટેસ્ટ માટે પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. પ્રૅક્ટિસ-સેશન પરથી બીજી ટેસ્ટ માટેની પ્લેઇંગ ઇલેવન માટેના અમુક અણસાર મળી રહ્યા હતા. શુભમન ગિલ અને રવીન્દ્ર જાડેજાને ફુલ જોશથી પ્રૅક્ટિસ કરતા જોઈને તે બન્ને બૉક્સિંગ-ડે ટેસ્ટમાં જોવા મળી શકે છે. ટીમ ઇન્ડિયાએ વિરાટ કોહલી અને મોહમ્મદ શમીની બાદબાકીને લીધે બીજી મૅચની પ્લેઇંગ ઇલેવનમાં બે બદલાવ તો ફરજિયાત કરવા જ પડે એમ છે. જ્યારે બીજા બે કે ત્રણ બદલાવમાં પૃથ્વી શૉ, વૃદ્ધિમાન સહા અને હનુમા વિહારીનું સ્થાન જોખમમાં છે. પહેલી ટેસ્ટના નબળા પર્ફોર્મન્સને લીધે તેમણે ટીમમાં ટકી રહેવું મુશ્કેલ છે.

પ્રૅક્ટિસ મૅચમાં યુવા બૅટ્સમૅન શુભમન ગિલે બધાને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. જોકે મૅનેજમેન્ટે પહેલી ટેસ્ટમાં પૃથ્વી શૉને જ જાળવી રાખ્યો હતો, પણ તે માત્ર ચાર જ રન બનાવી શકતાં અને તેની ખામી ભરેલી ટૅક્નિક અંગે ઑસ્ટ્રેલિયનો સુપરે જાણી ગયા હોવાથી મૅનેજમેન્ટે હવે બીજી ટેસ્ટમાં તેને આઉટ કરીને ગિલને મોકો આપવાનું મન બનાવી લીધુ હોય એવું લાગી રહ્યું છે. ગિલ જે રીતે ગઈ કાલે પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો એના પરથી તે બીજી ટેસ્ટથી ટેસ્ટ કરીઅરની શરૂઆત કરે એવું નક્કી લાગવા લાગ્યું છે.



જ્યારે ટી૨૦ દરમ્યાન ઇન્જર્ડ થનાર ઑલરાઉન્ડર જાડેજાએ પ્રથમ ટેસ્ટ પણ ગુમાવી હતી, પણ ગઈ કાલે તેને ફુલ પ્રૅક્ટિસ કરતાં જોઈને તે પણ ટીમમાં કમબૅક કરશે એવું લાગી રહ્યું છે.


ક્રિકેટ બોર્ડે તેમના ટ્વિટર હૅન્ડલ પર ગિલ અને જાડેજાના પ્રૅક્ટિસ કરતા વિડિયો અપલોડ કરીને પણ બન્ને બીજી ટેસ્ટ રમશે એવો અણસાર આપ્યો હતો.

ઑલરાઉન્ડર જાડેજાના સમાવેશથી ટીમમાં જરૂરી બૅલૅન્સ પણ આવી શકે છે, કેમ કે જાડેજા બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં માહેર છે અને ૪૯ ટેસ્ટ, ૧૬૮ વન-ડે અને ૫૦ ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચોનો અનુભવ પર ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2020 02:22 PM IST | Melbourne | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK