IND VS AUS: ઓસીને જીતવા 353 રનનો પડકાર, ટીમ ઈન્ડિયાએ બતાવી બેટિંગની તાકાત

લંડન | Jun 09, 2019, 18:51 IST

શિખર ધવનની સદી, રોહિત શર્મા અને કોહલીની સદી સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 353 રનનો મસ મોટો પડકાર આપ્યો છે.

IND VS AUS: ઓસીને જીતવા 353 રનનો પડકાર, ટીમ ઈન્ડિયાએ બતાવી બેટિંગની તાકાત
Image Courtesy: ICC Cricket world cup

ટીમ ઈન્ડિયા પોતાની ધરખમ બેટિંગ માટે જાણીતી છે. અને ધ ઓવલના ગ્રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર પોતાની આ જ બેટિંગનો પરચો બતાવ્યો. પાંચ વખતના વિશ્વ વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન બોલર્સને ટીમ ઈન્ડિયાના બધા જ બેટ્સમેનો પરસેવો પડાવી દીધો. શિખર ધવનની સદી, રોહિત શર્મા અને કોહલીની સદી સાથે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને 353- રનનો મસ મોટો પડકાર આપ્યો છે.

આ પહેલા વિરાટ કોહલીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોહિત શર્મા અને શિખર ધવને ધીમી શરૂઆત કરી. જો કે બંને બેટ્સમેનોએ 100 રનની પાર્ટનરશિપ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. રોહિત શર્મા 57 રને આઉટ થયા ત્યારે ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો મળ્યો. જો કે લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ શિખર ધવને પોતાનો ક્લાસ બતાવતા હાફ સેન્ચ્યુરીને સેન્ચ્યુરીમાં કન્વર્ટ કરતા 117 રન બનાવીને સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી. સામે છેડે કોહલીએ પણ ફરી પોતાનો ક્લાસ બતાવતા 76 બોલમાં 82 રન ફટકાર્યા. સેકન્ડ ડાઉન બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ પોતાના અંદાજમાં પોતાનો રોલ બરાબર નિભાવતા 26 બોલમાં આક્રમક 48 રન બનાવ્યા. પરંતુ માત્ર 2 રન માટે હાફ સેન્ચ્યુરી ચૂકી ગયા.

ચોથા ક્રમે હાર્દિક પંડ્યાએ કરી આક્રમક બેટીંગ
શિખર ધવન આઉટ થયો ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટે 220 રનનો હતો. હાર્દિક ચોથા ક્રમે બેટીંગ પર આવ્યા બાદ આક્રમક શરૂઆત કરી હતી. તેણે 27 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તાબડતોબ 48 રનની ઇનીંગ રમી હતી. જો કે તે અડધી સદી ફટકારી શક્યો ન હતો. 48 રનના વ્યક્તિગત સ્કોરમાં તે પેટ કમીન્સનો શિકાર બન્યો હતો. પરંતુ હાર્દિક આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 300 ને પાર પહોંચી ગયો હતો. આમ હાર્દિકે ટીમ માટે મહત્વની ઇનીંગ રમી હતી. જો ભારત મેચ જીતશે તો હાર્દિકની ઇનીંગ મેચનો ટર્નીંગ પોઇન્ટ બની શકે છે.


ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ક્લાસ બેટિંગ સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ કાંગારુ બોલર્સે રીતસરનો સંઘર્ષ કરવો પડ્યો. હવે બેટિંગમાં પણ ઓસ્ટ્રેલિયા સામે પડકાર મોટો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા આ વર્લ્ડ કપમાં હજી સુધી કોઈ પણ ટીમ 300 રનનો સ્કોર ચેઝ નથી કરી શકી. ત્યારે બીજી બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયા માટે 353 રનનો સ્કોર પહાડ સમાન રહેશે.

ઓસ્ટ્રેલિયા સામે 353 રન બનાવવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં પોતાનો ચોથો હાઈએસ્ટ સ્કોર બનાવ્યો છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોર આ પ્રમાણે છે.

આ પણ વાંચોઃ EXCLUSIVE:ICCના વિરોધ છતાંય 'બલિદાન બેજ' સાથે રમી શકે છે ધોની

ભારત vs બરમુડા (2007) 413-5
ભારત vs શ્રીલંકા (1999) 373-6
ભારત vs બાંગ્લાદેશ (2011) 370-4
ભારત vs ઓસ્ટ્રેલિયા (આજે) 353-5
ભારત vs ઇંગ્લેન્ડ (2011) 338

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK