સિડની ટેસ્ટથી ટેસ્ટ-કરીઅરની શરૂઆત કરનાર ઑસ્ટ્રેલિયન યુવા બૅટ્સમૅન ઇન્જરીને લીધે બ્રિસ્બેન ટેસ્ટ ગુમાવે એવું લાગી રહ્યું છે. સિડની ટેસ્ટના છેલ્લા દિવસે ફીલ્ડિંગ દરમ્યાન પુકોવ્સ્કીને ખભા પર ઇન્જરી થઈ હતી. ઇન્જરી બાદ તે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ઑસ્ટ્રેલિયન મૅનેજમેન્ટ પુકોવસ્કીને રમાડવા બાબતે કોઈ ઉતાવળ નથી કરવા માગતું અને થોડી રાહ જોઈને પછી નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. હેડ કોચ જસ્ટિન લૅન્ગરે જણાવ્યું હતું કે ‘જો પુકોવ્સ્કી સમયસર ફિટ નહીં થાય તો માર્કસ હૅરિસને તેની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવામાં આવશે. હૅરિસે અત્યાર સુધી રમેલી નવ ટેસ્ટમાં બે હાફ-સેન્ચુરી સાથે ૩૮૫ રન બનાવ્યા છે. ૭૯ રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
પુકોવ્સ્કીએ તેની એ પહેલી ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ૬૨ રન બનાવ્યા હતા, પણ બીજી ઇનિંગ્સમાં ૧૦ જ રન બનાવી શક્યો હતો. પુકોસ્સ્કી ગયા મહિને પણ વૉમ-અપ મૅચ દરમ્યાન માથામાં બૉલ વાગતાં પ્રથમ બે ટેસ્ટ નહોતો રમી શક્યો.
Ind vs Aus: બ્રિસ્બેનમાં ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું
19th January, 2021 15:11 ISTગૅબા ટેસ્ટના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ રિકી પૉન્ટિંગનું ઊભરાયું મન, કહ્યું...
19th January, 2021 12:08 ISTમિસબાહ ઍન્ડ કંપની હટે એટલે હું પાકિસ્તાન માટે રમવા તૈયાર: આમિર
19th January, 2021 12:05 ISTઇંગ્લૅન્ડની શ્રીલંકન ધરતી પર લાગલગાટ પાંચમી જીત
19th January, 2021 12:02 IST