અઝહરની કૅપ્ટન્સીમાં કરીઅર શરૂ કરનાર નેહરા હજી પણ ભારતીય ટીમ માટે આધારભૂત ખેલાડી

Published: Feb 04, 2017, 09:03 IST

૩૭ વર્ષની ઉંમરનો આ ફાસ્ટ બોલર યુવા બોલરો માટે બની રહ્યો છે મેન્ટર, સાથી ખેલાડીઓ અને ભૂતપૂર્વ કોચે કયાર઼્ તેનાં વખાણ

૩૭ વર્ષની ઉંમર છતાં આશિષ નેહરા નાના ફૉર્મેટમાં ભારતીય ટીમ માટે આïવશ્યક ખેલાડી છે. વિષમ પરિસ્થિતિમાં તે પોતાની બોલિંગથી માત્ર રનના પ્રવાહને અટકાવવાનું કામ નથી કરતો, સતત વિકેટ લઈને ટીમની સફળતામાં પણ યોગદાન આપે છે. સ્વિંગ બોલિંગથી હરીફ બૅટ્સમેનો માટે મુસીબત બનનારો દિલ્હીનો આ બોલર એ વાતને સારી રીતે સમજે છે કે કોઈ પણ મૅચમાં મુશ્કેલ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. ઘૂંટણના ઑપરેશન બાદ ઇંગ્લૅન્ડ સામેની T૨૦ સિરીઝમાં નેહરાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

નાગપુરની T૨૦ મૅચમાં ચાર ઓïવરમાં ૨૮ રન આપી ત્રણ વિકેટ લીધી હતી. એનાથી ખબર પડે છે કે તેની બોલિંગ હજી પણ કેટલી વેધક છે. જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વરકુમાર જેવા બોલરો માટે તેના જેવા મેન્ટરની જ જરૂર છે.

હરભજન સિંહથી માંડીને ભૂતપૂર્વ બોલિંગ-કોચ ભરત અરુણ, મદન લાલ અને વિજય દહિયા એમ તમામ નેહરાની બોલિંગના સ્તરને બહુ ઊંચું ગણાવે છે. લેફ્ટી બોલર આશિષ નેહરાએ ૧૯૯૯માં મોહમ્મદ અઝહરુદ્દીનની કૅપ્ટન્સીમાં પોતાની કરીઅરની શરૂઆત કરી હતી. નેહરાને ખબર છે કે બૅટ્સમૅન કઈ રીતે શૉટ ફટકારશે. તે જ પ્રમાણે તે પોતાની ફીgલ્ડગ ગોઠવે છે. ભૂતપૂર્વ બોલિંગ-કોચ ભરત અરુણના જણાવ્યા પ્રમાણે નેહરા પાસે બે પ્રકારના બાઉન્સર છે. બન્ને એકબીજા કરતાં અલગ છે. વળી તે શાનદાર યૉર્કર નાખે છે. દિલ્હીના એક સમયના તેના સાથી અને કોચ વિજય દહિયાએ કહ્યું હતું કે આશિષ પોતાની કરીઅરમાં ઘણી વખત ઈજાગ્રસ્ત થયો જેને કારણે તે અન્ય બોલરો કરતાં ઓછું ક્રિકેટ રમી શક્યો. જોકે એને લીધે તે તાજોમાજો પણ રહ્યો. આશિષને ખબર હતી કે તે પોતાના શરીરને કારણે ટેસ્ટ નહીં રમી શકે. તેથી તેણે મર્યાદિત ઓવરોની મૅચ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જે તેના માટે સારું સાબિત થયું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK