વર્લ્ડ કપમાં ઇમરાન તાહિર સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બન્યો

Published: Jun 23, 2019, 23:42 IST | London

રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ઉતરેલા તાહિરે જ્યારે મેચમાં પોતાની બીજી વિકેટ ઝડપી તો તે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તાહિરની વિશ્વકપમાં આ 39મી વિકેટ છે.

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં આફ્રિકાના લેગ સ્પિનર ઇમરાન તાહિરે પોતાની ટીમ માટે વધુ એક ખાસ સિદ્ધિ હાસિલ કરી છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમવા ઉતરેલા તાહિરે જ્યારે મેચમાં પોતાની બીજી વિકેટ ઝડપી તો તે વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તાહિરની વિશ્વકપમાં આ 39મી વિકેટ છે. ઇમામ ઉલ હકને આઉટ કર્યા બાદ તેણે આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડને પાછળ છોડી દીધો છે. હવે તે વિશ્વ કપમાં સર્વાધિક વિકેટ ઝડપનાર પ્રથમ આફ્રિકી બોલર છે.

ઇમરાન તાહિરે પોતાના જ દેશના એલન ડોનાલ્ડને પાછળ છોડ્યો
મહત્વની વાત એ છે કે ઇમરાન તાહિરે આફ્રિકી બોલરોમાં સૌથી ઝડપી 39 વિકેટ પોતાના નામે કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. પોતાનો ત્રીજો વિશ્વ કપ (2011-2019) રમી રહેલા તાહિરે પોતાની 20મી વિશ્વ કપ મેચમાં આ સિદ્ધિ હાસિલ કરી, જ્યારે આ પહેલા ડોનાલ્ડે (1992-2003)એ ચાર વિશ્વ કપમાં 25 મેચ રમીને 38 વિકેટ પોતાના નામે કરી હતી. આ યાગીમાં આફ્રિકાનો ત્રીજો બોલર શોન પોલક (1996-2007) છે. પોલકે 4 વિશ્વકપમાં 31 મેચ રમીને 31 વિકેટ પોતાના નામે કરી છે.

આ પણ જુઓ : World Cup 2019 : અફઘાનિસ્તાન સામેની રોમાંચક જીતની સફર પર એક નજર

વિશ્વ કપમાં મૈક્ગ્રાના નામે છે સર્વાધિક વિકેટ
વિશ્વ કપમાં ઓવરઓલ સર્વાધિક વિકેટ ઝડપનાર બોલરની વાત કરીએ તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ગ્લેન મૈક્ગ્રાના નામે છે. મૈક્ગ્રા  (1996-2007)એ 4 વિશ્વકપમાં 39 મેચ રમીને વિશ્વમાં સૌથી વધુ 71 વિકેટ પોતાના નામે કરી છે. ત્યારબાદ શ્રીલંકાના મુથૈયા મુરલીધરને (1996-2011) 5 વિશ્વકપમાં 40 મેચ રમીને 68 વિકેટ પોતાના નામે કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK