જે.પી. ડુ​મિની અને ઇમરાન તાહિર વન-ડેમાંથી રિટાયર

Updated: Jul 09, 2019, 09:04 IST | મૅન્ચેસ્ટર

તાહિરે ૧૦૭ વન-ડેમાં ૧૭૩ વિકેટ લીધી જ્યારે ડુમિનીએ ૧૯૯ વન-ડેમાં ૫૧૧૭ રન બનાવ્યા હતા

ઇમરાન તાહિર
ઇમરાન તાહિર

ઑસ્ટ્રેલિયા સામે ૧૦ રનથી જીત સાથે સાઉથ આફ્રિકાના બે ટૅલન્ટેડ ક્રિકેટર જીન પોલ ડુમિની અને ઇમરાન તાહિરે રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી હતી. કરીઅરની છેલ્લી વન-ડેમાં તાહિરે સૌથી ઇમ્પોર્ટન્ટ વિકેટ હરીફ કૅપ્ટન ઍરોન ફિન્ચની જ્યારે ડુમિનીએ ૧૪ રનનું યોગદાન આપ્યું હતું.

આ વર્ષે આઇપીએલમાં પર્પલ કૅપ જીતનાર ૪૦ વર્ષના લેગ-સ્પિનર તાહિરે ૧૦૭ વન-ડેમાં ૧૭૩ વિકેટ લીધી હતી. તેનો બેસ્ટ બોલિંગ પર્ફોર્મન્સ ૭-૪૫ છે.

ડુમિનીએ ૧૯૯ વન-ડેમાં ૮૪.૫૮ની સ્ટ્રાઇક-રેટથી ૫૧૧૭ રન બનાવ્યા છે. તેણે ઑફ-સ્પિન બોલિંગથી ૬૯ વિકેટ લીધી છે જેમાં બેસ્ટ ફિગર્સ ૪-૧૬ છે.

આ પણ વાંચો : World Cup 2019 : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની આગાહી

‘એક ટીમ તરીકે જીત સાથે ફિનિશ કરતાં સારું લાગે છે, પણ વન-ડે ક્રિકેટમાંથી રિટાયર થતાં મને અત્યંત ખરાબ અને ઇમોશનલ લાગી રહ્યું છે જેણે મને કરીઅરમાં મદદ કરી છે તેનો હું આભાર માનું છું.’

-ઇમરાન તાહિર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK