ઑસ્ટ્રેલિયામાં ૨૧ ફેબ્રુઆરીથી વુમન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને ઇન્ડિયન ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌરનું કહેવું છે કે જો ટીમ આ વર્લ્ડ કપ જીતી જશે તો એ ઘણી મોટી સિદ્ધિ કહેવાશે. ૨૦૧૭માં ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડ સામે ફાઇનલ મૅચ ૯ રનથી હારી જનાર ટીમ ઇન્ડિયા આ વખતે ફેવરિટ ગણાઈ રહી છે. આ વિશે હરમનપ્રીતે કહ્યું હતું કે ‘અમારી ટીમ દિવસે-દિવસે તૈયાર થઈ રહી છે અને દરેક ટીમ-મેમ્બર પૉઝિટિવ છે. જો અમે આ વર્લ્ડ કપ જીતીશું તો અમારા માટે આ સારી અને મોટી સિદ્ધિ કહેવાશે. ૨૦૧૭માં અમને જે પ્રતિક્રિયા મળી હતી એ આશ્ચર્યજનક હતી. એ વાતનું અમારી ટીમ પર પ્રેશર ન આવે એ માટે અમને એ વાત કહેવામાં નહોતી આવી છતાં અમે અમારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનો પ્રયાસ કરીશું. પાછલાં કેટલાંક વર્ષોમાં અમને જે અનુભવ મળ્યા છે એનો અમે લાભ લઈશું.’
વુમન્સ ટી ૨૦ વર્લ્ડ કપમાં ઇન્ડિયા પોતાની પહેલી મૅચ ૨૧ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે રમશે.
હરમનપ્રીતની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ માટે આજે કરો યા મરો
7th November, 2020 14:48 ISTમોટી ગેમમાં કઈ રીતે રમવું એના વિશે વિચારવું પડશે : હરમનપ્રીત
9th March, 2020 16:09 ISTહરમનપ્રીત કૌર પોતાના જન્મદિવસે રમશે ફાઇનલ મેચ, ક્રિકેટના ઇતિહાસમાં બન્યો પહેલો સંયોગ
5th March, 2020 17:10 ISTWomen's WT20: સેમી ફાઇનલમાં વરસાદની સંભાવના, રિઝર્વ ડેની અરજી ફગાવી
5th March, 2020 11:07 IST