World Cup 2019 : જો બીજા દિવસે પણ વરસાદ પડે તો DLS પ્રમાણે ભારતને શું ટાર્ગેટ મળશે

Manchester | Jul 10, 2019, 12:44 IST

ક્રિકેટ ચાહકોમાં ચિંતા છે કે જો રીઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડશે તો શું થશે અને પરીણામ કઈ રીતે આવશે. ત્યારે પહેલો વિચાર એ આવે કે DLS મેથડ શું કહે છે. ત્યારે તેના તમામ જવાબો અમે તમને આપીશું.

World Cup 2019 : જો બીજા દિવસે પણ વરસાદ પડે તો DLS પ્રમાણે ભારતને શું ટાર્ગેટ મળશે
માનચેસ્ટરમાં વરસાદ

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમી ફાઇનલમાં વરસાદના કારણે મેચ રદ્દ થઇ હતી અને રીઝર્વ ડે ના દિવસે જ્યાથી મેચ રોકાઇ હતી ત્યાથી મેચ ફરીથી શરૂ થશે. પણ ક્રિકેટ ચાહકોમાં ચિંતા છે કે જો રીઝર્વ ડેના દિવસે પણ વરસાદ પડશે તો શું થશે અને પરીણામ કઈ રીતે આવશે. ત્યારે પહેલો વિચાર એ આવે કે DLS મેથડ શું કહે છે. ત્યારે તેના તમામ જવાબો અમે તમને આપીશું.

ડક વર્થ લુઇસ મેથડમાં શું મળી શકે છે ટાર્ગેટ
માનચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર મંગળવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી સેમી ફાઇનલ મેચ વરસાદને કારણે રોકી દેવામાં આવી છે. અહીંથી જો વરસાદ રોકાય અને ન્યૂઝીલેન્ડને બેટિંગ કરવાની તક ન મળેતો ભારતને ડીએલએસ પ્રમાણે 46 46 ઓવરમાં 237 રનનો ટાર્ગેટ મળશે. વરસાદ થોડા સમય વધુ આવે અને ભારતીય ઈનિંગની ઓવર ઓછી કરી દેવામાં આવશે તો ડીએલએસ પ્રમાણે 20 ઓવરમાં 148 રનનો ટાર્ગેટ મળશે. પરંતુ આ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પરંતુ તે અંતિમ ઉપાય હશે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

મેચમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર
46.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 211 રન હતો. રોસ ટેલર 67 અને ટોમ લાથમ 3 રન બનાવીને ક્રીઝ પર હતા. ન્યૂઝીલેન્ડે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK