Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં તાજ ખતરામાં : આ ટીમ છીનવી શકે છે તાજ

ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં તાજ ખતરામાં : આ ટીમ છીનવી શકે છે તાજ

13 August, 2019 10:15 PM IST | Galle

ટીમ ઇન્ડિયાનો ટેસ્ટમાં તાજ ખતરામાં : આ ટીમ છીનવી શકે છે તાજ

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ


Galle : ICC ટેસ્ટ રેન્કિંગમાં અત્યારે પહેલા સ્થાન પર વિરાટ કોહલીની સેના ટીમ ઇન્ડિયા છે. ત્યારે ટીમ ઇન્ડિયા માટે આ તાજ ખતરામાં આવી ગયો છે. ટીમ ઇન્ડિયાને આ ખતરો હાલમાં જ વર્લ્ડ કપ 2019માં રનર્સ અપ રહેલી ન્યુઝીલેન્ડ ટીમથી છે. ઉલ્લેખનીય છે કે બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ શરૂ થઇ રહી છે.

બંને દેશ બે ટેસ્ટ મેચની સીરિઝ રમશે
ન્યુ
ઝીલેન્ડની પાસે ટેસ્ટ ક્રિકેટની અંદર આઈસીસી રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાસિલ કરવાની એક તક છે. બુધવારથી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે. ન્યૂઝીલેન્ડ આ સિરીઝની સાથે પોતાની આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. જો ન્યૂઝીલેન્ડ સીરિઝ જીતે અથવા ડ્રો કરે તો ભારત પાસેથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર-1નો તાજ છીનવી લેશે.

 







ભારત 113 પોઇન્ટ સાથે પહેલા અને કિવીઝ 111 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર
ન્યૂઝીલેન્ડ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં અત્યારે 111 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે. ભારત આ સમયે ટેસ્ટ રેન્કિંગમાં 113 પોઈન્ટની સાથે પ્રથમ સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકા (108) ત્રીજા, ઈંગ્લેન્ડ (105) ચોથા અને ઓસ્ટ્રેલિયા (98) પાંચમાં નંબર પર છે.

શ્રીલંકામાં ટર્નિંગ પીચ જોવા મળશે
શ્રીલંકામાં સામાન્ય રીતે પિચનો મિજાજ ભારતની જેમ રહે છે. શ્રીલંકામાં બોલ ટર્ન કરે છે. તેને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાં 4 સ્પિનરને સામેલ કર્યાં છે. ન્યૂઝીલેન્ડની ટીમે ટોડ એસ્ટેલ, વિલિયમ સોમરવિલ્લે, મિશેલ સેન્ટનર અને એઝાજ પટેલનો સામેલ કર્યાં છે. મુંબઈમાં જન્મેલા એઝાજે નેગોમ્બો વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી.

આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

સેન્ટનરની ટેસ્ટમાં થશે વાપસી
ન્યૂઝીલેન્ડ ટીમનો સ્ટાર સ્પિન સેન્ટનર બે વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. 2017મા સેન્ટનરને ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે ટીમ માટે એકપણ ટેસ્ટ મેચ રમી નથી.

ન્યૂઝીલેન્ડની ટીમમાં 4 ફાસ્ટ બોલર પણ સામેલ
શ્રીલંકાના પ્રવાસ માટે કીવી ટીમમાં સ્પિન બોલિંગની સાથે સાથે પોતાની ફાસ્ટ બોલિંગને પણ મજબૂત કરી છે. ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉદી, નીલ વેગનર અને કોલિન ડિ ગ્રાન્ડહોમના રૂપમાં ચાર ફાસ્ટ બોલર છે. ટોમ બ્લંડેલ વિકેટકીપર અને બેટિંગ કવરના રૂપમાં રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 10:15 PM IST | Galle

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK