૨૦૨૧ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જો ભારત પહોંચે તો હું એ ટીમમાં રમવા માગીશ : શ્રીસાન્ત

Published: Jun 22, 2020, 20:54 IST | Agencies | Mumbai Desk

કેરળની ટીમે જે તક મને આપવાની વાત કરી એ માટે હું પોતાને ઘણો નસીબદાર સમજું છું. ઘણા લોકો ફાઇટ કરતાં ડરે છે અને ક્યારેક સફળતાથી પણ ડરે છે.

શ્રીસાંત
શ્રીસાંત

થોડા દિવસ પહેલાં એસ. શ્રીસાન્ત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા કે તેની ફિટનેસ બરાબર હશે તો કેરળની ટીમ તેને રણજીમાં રમાડવા માટે તૈયાર છે.

આ વાતના સંદર્ભમાં શ્રીસાન્તે કહ્યું છે કે ‘હું અહીં કોઈની સાથે સ્પર્ધા કરવા નથી આવ્યો. હું માત્ર તેમને મદદ કરવા અને મારો અનુભવ શૅર કરવા આવ્યો છું. આ પ્રક્રિયામાં જો સિલેક્ટરો મને પસંદ કરીને રમવાની તક આપે અને ૨૦૨૧ની ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં જો ભારત પહોંચે તો તેમને માટે હું જરૂરથી રમવા માગીશ. કેરળની ટીમે જે તક મને આપવાની વાત કરી એ માટે હું પોતાને ઘણો નસીબદાર સમજું છું. ઘણા લોકો ફાઇટ કરતાં ડરે છે અને ક્યારેક સફળતાથી પણ ડરે છે. તેમને ખબર નથી હોતી કે સફળતા મળ્યા બાદ શું કરવું. મારા ખ્યાલથી હું હવે બૅલૅન્સ રાખતાં શીખી ગયો છું. મારા પરિવાર અને વિશ્વભરમાં ફેલાયેલા દરેક મલયાલીઓનો હું આભારી છું જેમણે મને એક ટેકો આપ્યો. મારું લક્ષ્ય હવે પ્લેયરોને મદદ કરવાનું અને મારો અનુભવ શૅર કરવાનું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK