સેમી ફાઇનલમાં પહોંચવા કિવીઓ આજે ટકરાશે ટેબલ-ટૉપર ઑસ્ટ્રેલિયા સામે

Published: Jun 29, 2019, 15:09 IST | લૉર્ડસ

પાકિસ્તાન સામે ધીમી બૅટિંગ કર્યા પછી ન્યુ ઝીલૅન્ડે સ્ટાર્ક ઍન્ડ કંપની સામે ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડસમાં રન-રેટ વધારવો પડશે

બોલ્ટ
બોલ્ટ

વર્તમાન વર્લ્ડ કપમાં પહેલી હાર જોનાર ન્યુ ઝીલૅન્ડે સેમી ફાઇનલમાં સ્થાન પાકું કરવા માટે આજે ક્રિકેટના ‘મક્કા’ ગણાતા ઐતિહાસિક લૉર્ડસમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને હરાવવું પડશે. બુધવારે પાકિસ્તાન સામે કૅન વિલિયમસનની ટીમ ૫૦ ઓવરમાં ૬ વિકેટે ફક્ત ૨૩૭ રન બનાવી શકી હતી. ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન, મિચલ સેન્ટનર સામે બાબર આઝમ અને બીજા પાકિસ્તાની બૅટ્સમેનોએ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. કૅપ્ટન કૅન સહિત જેમ્સ નીશામ અને કોલિન ગ્રાંડહોમ સારા ફૉર્મમાં છે.

KANE-03

ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા આ વર્લ્ડ કપમાં ભારત સિવાય તમામ ટીમો સામે જીત્યું છે અને પૉઇન્ટ ટેબલમાં નંબર વન પૉઝિશન પર છે. બંગલા દેશ સામે ૩૩૩ રન આપ્યા પછી કાંગારૂઓએ પરંપરાગત કટ્ટર હરીફ ઇંગ્લૅન્ડ સામે ૬૨ રનથી કમ્ફર્ટેબલ જીત મેળવી હતી.

આ પણ વાંચો : અનુભવ અને કૅપેસિટીને કારણે ધોની સફળ થશે: ગાંગુલી

ડેવિડ વૉર્નર, ઍરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટીવન સ્મિથ, શૉન માર્શ જેવા એકથી એક ઇન-ફૉર્મ બૅટ્સમેનો અને મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, જેસન બેહરનડોર્ફ અને નૅથન લાયન જેવા સારા બોલરો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK