World Cup 2019: ટૉપ પર રહેવા કાંગારૂઓ આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે

મૅન્ચેસ્ટર | Jul 06, 2019, 09:45 IST

વર્તમાન વર્લ્ડ કપમાં ૮માંથી ફક્ત બે મૅચ જીતી શકનારી સાઉથ આફ્રિકાનો આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં મુકાબલો થશે.

World Cup 2019: ટૉપ પર રહેવા કાંગારૂઓ આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે
કાંગારૂઓ આજે સાઉથ આફ્રિકા સામે ટકરાશે

વર્તમાન વર્લ્ડ કપમાં ૮માંથી ફક્ત બે મૅચ જીતી શકનારી સાઉથ આફ્રિકાનો આજે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં મુકાબલો થશે. ૧૨મા વન-ડે વર્લ્ડ કપની ઓપનિંગ મૅચમાં ઇંગ્લૅન્ડના હાથે ૧૦૪ રનથી હાર્યા ત્યારથી સાઉથ આફ્રિકાની ટીમે ખૂબ કંગાળ પર્ફોર્મ કરતાં ફક્ત અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામે જીત મેળવી શક્યું છે. કૅપ્ટન ફૅફ ડુ પ્લેસીએ હાઇએસ્ટ ૨૮૭ રન જ્યારે ક્રિસ મોરિસે ૧૨ અને આઇપીએલમાં પર્પલ કૅપ જીતનાર ઇમરાન તાહિર ૧૦ વિકેટ લઈ શક્યો હતો. ટૉપ પર રહેવા કાંગારૂઓએ આ મૅચ જીતવી જરૂરી છે.

આ પણ વાંચો : જીત કે હારને વાલે કો પાકિસ્તાન કહતે હૈં, બાંગ્લાદેશ 221 રને ઑલઆઉટ

પાંચ વખતની વર્લ્ડ કપ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ભારત સિવાય તમામ ટીમ સામે મૅચ જીતીને પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. ઍરોન ફિન્ચની ટીમે ગયા શનિવારે પાડોશી ન્યુ ઝીલૅન્ડને ૧૫૭ રને ઑલઆઉટ કરીને ૮૬ રનથી આસાન જીત મેળવી હતી. કૅપ્ટન સહિત ડેવિડ વૉર્નર, ઉસ્માન ખ્વાજા અને સ્ટીવન સ્મિથ જબરદસ્ત ફૉર્મમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK