World Cup 2019: રદ થઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ

Jun 11, 2019, 19:25 IST

ICC World cup 2019 ભારત-ન્યૂઝીલેન્ડ મેચ રદ થઇ શકે છે. નોટીંઘમમાં સતત વરસાદ પડતો હોવાને કારણે મેચ રદ થઇ શકે છે.

World Cup 2019: રદ થઇ શકે છે ભારત-ન્યૂઝીલેન્ડ મેચ
ભારત-ન્યૂઝીલેન્ડ મેચ થઇ શકે છે રદ

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની 18મી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો ગુરુવારે થવાનો છે. આ મેચ નોટિંગહામના ટ્રેંટ બ્રિઝ સ્ટેડિયમમાં રમવામાં આવશે. બન્ને ટીમ અત્યાર સુધી એક પણ મેચમાં હારી નથી. એવામાં જ્યારે બન્ને ટીમ સામ - સામે હશે ત્યારે ખરાખરીનો ખેલ થઇ શકે છે. પણ જો હવામાન પોતાનો રંગ બતાવશે તો મેચ રદ થઇ શકે છે.

શું વરસાદ મેચના રંગમાં નાખશે ભંગ?
ગુરુવારે નોટિંગહામમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે થનારી વર્લ્ડ કપ મેચ રદ થઈ શકે છે. સતત બે દિવસથી ત્યાં વરસાદ થઈ રહી છે. આજે બન્ને ટીમોનું પ્રેક્ટીસ સેશન હતું પણ વરસાદને કારણે કેન્સલ થઇ ગયું છે. નોટિંગહામમાં અત્યારે પણ વરસાદ થઇ રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. બુધવાર સવાર ભારે વરસાદથી શરૂ થશે જે ગુરુવાર બપોર સુધી ચાલશે.

કેવી રહી છે ઇન્ડિયા-ન્યૂઝીલેન્ડની જર્ની
બન્ને ટીમ અત્યાર સુધી એક પણ મેચમાં પરાજિત થઇ નથી. ભારતે પોતાની પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટ્સથી જ્યારે બીજી મેચમાં ઑસ્ટ્રેલિયાને 36 રન્સથી માત આપી હતી. તો ન્યૂઝીલેન્ડ ટીમે પોતાની પહેલી મેચમાં શ્રીલંકાને 10 વિકેટ્સથી અને બાંગ્લાદેશને 2 વિકેટ્સથી પરાજિત કરી હતી અને ત્રીજી મેચમાં અફઘાનિસ્તાનને 7 વિકેટ્સથી હરાવી.

આ પણ વાંચો : World Cup 2019 : કાંગારૂને લાગ્યો મોટો ઝટકો, નહીં રમી શકે આ મેચ

ગુરુવાર પછી ટીમ ઇન્ડિયાની 16 જૂન એટલે કે રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ ખાસ મેચ છે. જ્યારે ન્યૂઝીલેન્ડે 19 જૂનના સાઉથ આફ્રિકા વિરુદ્ધ પોતાની પાંચમી મેચ રમવાની રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK