World Cup 2019:જખમી શેર ઇંગ્લૅન્ડને હરાવવાનો બાંગ્લાદેશ પાસે ગોલ્ડન ચાન્સ

કાર્ડિફ | Jun 08, 2019, 12:39 IST

મશરફે ર્મોતઝાની ટીમને પાકિસ્તાન સામે ૧૪ રનથી હારી ચૂકેલી ઓઇન મૉર્ગનની ટીમને પછાડીને ટુર્નામેન્ટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાનો સારો મોકો

World Cup 2019:જખમી શેર ઇંગ્લૅન્ડને હરાવવાનો બાંગ્લાદેશ પાસે ગોલ્ડન ચાન્સ
ઇંગ્લૅન્ડ-બાંગ્લાદેશ

સાઉથ આફ્રિકાને હરાવવામાં સફળ થયેલી બન્ને ટીમો ઇંગ્લૅન્ડ અને બંગલા દેશ આજે કાર્ડિફના સોફિયા ગાર્ડન્સમાં આમને-સામને ટકરાશે, જેમાં બંગલા દેશનો આત્મવિશ્વાસ મજબૂત હશે, કારણ કે તેમણે પોતાની પાછલી મૅચમાં સાઉથ આફ્રિકાને ૨૧ રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપ ટાઇટલ જીતવા ફેવરિટ ઓઇન મૉર્ગનની ઇંગ્લૅન્ડની ટીમનો પાછલી મૅચમાં પાકિસ્તાન સામે ૧૪ રનથી પરાજય થયો હતો એથી મશરફે ર્મોતઝાની ટીમ પાસે જીત મેળવવાનો સુવર્ણ મોકો છે.

૨૦૧૫ના વર્લ્ડ કપમાં ઍડીલેડમાં ૧૫ રને બંગલા દેશ સામે થયેલા પરાજય પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે વન-ડે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધરખમ ફેરફાર કર્યા હતા જેનું પરિણામ એ છે કે આજે મૉર્ગનની ટીમને વર્લ્ડ કપ જીતવાનું દાવેદાર માનવામાં આવે છે. આજે ઇંગ્લૅન્ડ વન-ડે રૅન્કિંગની નંબર-વન ટીમ છે અને એણે ગયા વર્ષે ૪૮૧ રન બનાવીને હાઇએસ્ટ ટીમ ટોટલનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.

પાકિસ્તાન સામેની મૅચમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ પોતાના વર્તન પર કન્ટ્રોલ નહોતા કરી શક્યા. જેસન રૉય અને જોફ્રા આર્ચરને મૅચ-રેફરીએ દંડ ફટકાર્યો હતો. આ ટુર્નામેન્ટમાં બન્ને ટીમની બે મૅચમાં એકમાં જીત અને એકમાં હાર થઈ છે.

ઇંગ્લૅન્ડની સંભવિત ઇલેવન : જેસન રૉય, જૉની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મૉર્ગન (કૅપ્ટન), બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મોઇન અલી, ક્રિસ વૉક્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડ.

આ પણ વાંચો : ફ્રેન્ચ ઓપન : છેલ્લાં 11 વર્ષમાં ફેડરરનો નડાલ સામે સૌથી ખરાબ પરાજય

બંગલા દેશની સંભવિત ઇલેવન : તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, શાકિબ-અલ-હસન, મુશફિકર રહીમ (વિકેટકીપર), મોહમ્મદ મિથુન, મહમદુલ્લાહ, મોસાડેક હોસૈન, મોહમ્મદ સૈફુદ્દીન, મેહદી હસન, મસરફે ર્મોતઝા અને મુસ્તફિઝુર રહેમાન.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK