World Cup 2019: મિચલ સ્ટાર્ક સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ

Jun 07, 2019, 08:59 IST

૩૮ રને ૪ વિકેટ ગુમાવ્યા પછી સ્ટીવન સ્મિથ અને નૅથન કોલ્ટર-નાઇલની સાહસિક બૅટિંગથી કાંગારૂઓ ૨૮૮ રન બનાવવામાં સફળ રહ્યા, મિચલ સ્ટાર્કે પાંચ અને પૅટ કમિન્સે બે વિકેટ ઝડપીને વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૫ રનથી જીત મેળવવામાં સફળતા મેળવી

World Cup 2019: મિચલ સ્ટાર્ક સામે હાર્યું વેસ્ટ ઇન્ડીઝ
સાહસિક ઇનિંગ : ૧૦૫ બૉલમાં કીમતી ૬૮ રન બનાવનાર વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર-બૅટ્સમૅન શાઇ હોપ

શાઇ હોપના ૬૮ અને જેસન હોલ્ડરના ૫૧ રન છતાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને ૧૫ રનથી હરાવીને વધુ એક જીતથી વંચિત રાખવામાં સફળતા મેળવી હતી. મિચલ સ્ટાર્કે ૪૬ રનમાં પાંચ અને પૅટ કમિન્સે બે વિકેટ લીધી હતી. ઑસ્ટ્રેલિયાએ ૪૯ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૮૮ રન બનાવ્યા હતા, જ્યારે વિન્ડીઝે ૫૦ ઓવરમાં ૨૭૩ રન બનાવ્યા હતા.

૨૮૯ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇન્ડીઝની પણ શરૂઆત ખરાબ રહી હતી. બન્ને આક્રમક સ્ટાઇલના ઓપનરો ૪.૫ ઓવરમાં ૩૧ રને આઉટ થતાં રનરેટ ધીમો રહ્યો હતો. ક્રિસ ગેઇલને પૅટ કમિન્સે અને એવિન લુઇસને મિચલ સ્ટાર્કે આઉટ કર્યો હતો. વિકેટકીપર-બૅટ્સમૅન શાઇ હોપ અને નિકોલસ પુરને ટીમનો સ્કોર ૧૯.૧ ઓવરમાં ૯૯ રન સુધી પહોંચાડ્યો હતો. પુરને ૩૬ બૉલમાં ૬ ફોરની મદદથી આક્રમક ૪૦ રન બનાવ્યા હતા.

હોપે ૧૦૫ બૉલમાં ૭ ફોરની મદદથી ૬૮ રન બનાવ્યા હતા. શિમરન હેટમાયર ૨૧ અને ઍન્દ્રે રસેલ ૧૫ રન બનાવીને આઉટ થઈ જતાં ટીમ સંકટમાં મુકાઈ ગઈ હતી.

ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન જેસન હોલ્ડરે પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિન્ડીઝના પેસ બોલરોએ ૭.૪ ઓવરમાં ૩૮ રનમાં કાંગારૂઓની ૪ કીમતી વિકેટ લઈને ખળભળાટ મચાવ્યો હતો. કૅપ્ટન ઍરોન ફિન્ચને ઓશને થોમસે શિકાર બનાવ્યો હતો. શેલ્ડન કોટરેલે આઇપીએલના ઑરેન્જ કૅપ વિજેતા ડેવિડ વૉર્નર અને ગ્લેન મેક્સવેલને આઉટ કર્યા હતા. ઉસ્માન ખ્વાજાને ઍન્દ્રે રસેલે પૅવિલિયન ભેગો કર્યો હતો.

આ પણ વાંચો : ICC નું ફરમાન, ધોનીને હટાવવું પડશે ગ્લલવ્ઝમાંથી સેનાનું સન્માન !

સ્ટીવન સ્મિથ અને નૅથન કોલ્ટર-નાઇલે ૧૦૨ રનની બહુમૂલ્ય પાર્ટનરશિપ કરીને ટીમને નવું જીવનદાન આપ્યું હતું. સ્મિથે ૧૦૩ બૉલમાં ૭૩ રન બનાવીને ગજબની ધીરજ બતાવી હતી. આઠમા ક્રમે રમવા આવેલા નૅથન કોલ્ટર-નાઇલે આશ્ચર્યજનક રીતે ૬૦ બૉલમાં ૯૨ રન બનાવીને વેસ્ટ ઇન્ડીઝના બોલરોની ભવ્ય શરૂઆત પર પાણી ફેરવ્યું હતું. કોલ્ટર-નાઇલે ૯૨ રનની ઇનિંગમાં ૮ ફોર અને ૪ સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર શાઈ હોપે ૪ કૅચ પકડ્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK