રૅન્કિંગ્સમાં સ્મિથે વિરાટને પછાડ્યો, પુજારાને ફાયદો

Published: 13th January, 2021 09:09 IST | Mumbai

ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ બાદ ન રમતાં વિરાટ કોહલીને ટેસ્ટ રૅન્કિંગ્સમાં નુકસાન થયું છે, જ્યારે ત્રીજી ટેસ્ટમાં ૧૩૧ બૉલમાં ૮૧ રનની શાનદાર ઇનિંગ્સ રમવા બદલ સ્ટીવ સ્મિથને એનો લાભ મળ્યો છે અને તે વિરાટને બીજા નંબરેથી ઉતારીને ત્યાં ગોઠવાઈ ગયો છે.

સ્મિથ
સ્મિથ

ટેસ્ટ સિરીઝમાં પ્રથમ ટેસ્ટ બાદ ન રમતાં વિરાટ કોહલીને ટેસ્ટ રૅન્કિંગ્સમાં નુકસાન થયું છે, જ્યારે ત્રીજી ટેસ્ટમાં ૧૩૧ બૉલમાં ૮૧ રનની શાનદાર ઇનિંગ્સ રમવા બદલ સ્ટીવ સ્મિથને એનો લાભ મળ્યો છે અને તે વિરાટને બીજા નંબરેથી ઉતારીને ત્યાં ગોઠવાઈ ગયો છે. સ્મિથના ૯૦૦ અને વિરાટના ૮૭૦ પૉઇન્ટ છે, જ્યારે ન્યુ ઝીલૅન્ડનો કૅપ્ટન કેન વિલિયમસને તેના કમાલના ફૉર્મને લીધે કુલ ૯૧૯ પૉઇન્ટ સાથે પોતાનું નંબર-વનનું સ્થાન મજૂબત કરી લીધું છે. વિલિયમસનના ૯૧૯ પૉઇન્ટ અત્યાર સુધી કોઈ પણ કિવી ખેલાડીએ મેળવેલા હાઇઅેસ્ટ પૉઇન્ટ બન્યા છે.

pujara

જ્યારે ચેતેશ્વર પુજારા ત્રીજી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં હાફ સેન્ચુરી ફટકારતાં ૧૦મા ક્રમાંકેથી આઠમા ક્રમાંકે પહોંચી ગયો છે. ૯૭ રનની ધમાકેદાર ઇનિંગ્સને લીધે રિષભ પંત ૨૬મા ક્રમાંકે પહોંચી ગયો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK