આ ટેણિયાઓમાંથી કયા ક્રિકેટરને તમે ઓળખી શકો છો?

Published: May 15, 2020, 18:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

15 મેના દરવર્ષે આંતરરાષ્ટ્રીય ફેમિલી ડે તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્ટરનેશનલ ફેમિલી ડે પર એક પોસ્ટ કરી છે, જે લોકો દ્વારા ખૂબ જ વાયરલ થઈ રહી છે તેમ જ લોકપ્રિય પણ થઈ રહી છે.

ICCએ શૅર કરેલી તસવીર
ICCએ શૅર કરેલી તસવીર

15 મેના દરવર્ષે આંતર રાષ્ટ્રીય પરિવાર દિવસ (International Family Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 1993માં જાહેર કરવામાં આવ્યું હતું જેથી પરિવારના મહત્વને સમજી શકાય. આ વર્ષે એક પડકારરૂપ સ્વાસ્થ્ય સંકટ દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે, આ વર્ષે ફેમિલી ડેનો વિષય છે 'વિકાસમાં પરિવાર'

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ઇન્ટરનેશનલ ફેમિલી ડે પર એક પોસ્ટ કરી, જે ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. તેમણે 9 ક્રિકેટર્સના બાળપણની તસવીર શૅર કરી છે અને ચાહકોને તેમના નામ પૂછ્યાં છે. આઇસીસીએ તસવીર શૅર કરતાં કૅપ્શનમાં લખ્યું, "ઇન્ટરનેશનલ ફેમિલી ડેના અવસરે અમે તમારી માટે એક રમત લાવ્યા છીએ, શું તમે બાળપણની તસવીરો જોઇને કહી શકો છો કે આ કયા ક્રિકેટર છે?"

કેટલાક નામ જણાવવામાં સફળ રહ્યા તો કેટલાક નિષ્ફળ, તો કેટલાક યૂઝર્સ માત્ર અમુક જ પ્લેયર્સના નામ કહી શક્યા. જો તમે ક્રિકેટર્સના નામ જાણવા માગો છો તો અહીં જોઇ શકો છો.

1. ડેવિડ વૉર્નર

2. વિરાટ કોહલી

3. જો રૂટ

4. યુવરાજ સિંહ

5. જેની વાઇટ

6. પંડ્યા ભાઈ

7. જેમિમાહ રૉડ્રિક્સ

8. શેન વૉર્ન

9. માઇકલ વૉર્ન

લૉકડાઉન દરમિયાન હૈદરાબાદ પોલીસે પણ ઇન્ટરનેશનલ ફેમિલી ડે પર તસવીર શૅર કરી છે. જ્યાં ઘણાં બધાં પત્થર એક સાથે એવી રીતે ગોઠવેલા છે કે તે એક ફેમિલીનો આકાર બને છે અને સાથે તેમણે કૅપ્શનમાં લખ્યું છે કે, "પરિવાર સાથે રહો અને સુરક્ષિત રહો."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK