Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC એ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના સમાવેશની આશા વ્યક્ત કરી

ICC એ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના સમાવેશની આશા વ્યક્ત કરી

13 August, 2019 07:05 PM IST | Mumbai

ICC એ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના સમાવેશની આશા વ્યક્ત કરી

ICC એ ઓલિમ્પિક 2028માં ક્રિકેટના સમાવેશની આશા વ્યક્ત કરી


Mumbai : ક્રિકેટ ચાહકો માટે વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) એ વર્ષ 2028માં લોસ એન્જલિસમાં રમાનાર ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ થવાની આશા વ્યક્ત કરી છે. સોમવારે મેરિલબોન ક્રિકેટ ક્લબના ચેરમેન માઈક ગેટિંગે આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે દર ચાર વર્ષે યોજનારા ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવો આઈસીસી માટે અઘરું સાબિત ન થવું જોઈએ.


ICC ના ઉચ્ચ અધિકારી મનુ સ્વાહએ વ્યક્ત કરી આશા
આઈસીસીના નવા કાર્યકારી અધિકારી મનુ સ્વાહના હવાલાથી ગેટિંગે કહ્યું કે, ઓલિમ્પિક આયોજનની સમયાવધિ 2 અઠવાડિયા હોય છે. તેથી મને નથી લાગતું કે આઈસીસીને આનાથી કોઈ પરેશાની થશે. ચાર વર્ષમાં એક જ વાર બે અઠવાડિયાનું શિડ્યુલ બનાવવાનું હોય છે.

આ પણ જુઓ : Sanjana Ganesan: જુઓ એન્જિનિયરમાંથી સ્પોર્ટ્સ એન્કર બનેલી ગ્લેમર ગર્લના ફોટોસ

ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશને લઇને ICC ની મજબુત રજુઆત
ગેટિંગે એક વેબસાઈટને કહ્યું કે, અમે મનુ સ્વાહ સાથે વાત કરી રહ્યા છીએ. અમને આશા છે કે ક્રિકેટને 2028ના ઓલિમ્પિકમાં જગ્યા મળી શકે છે. તે આ અંગે મજબૂતીથી કામ કરી રહ્યા છે. આ ગ્લોબલ લેવલે ક્રિકેટ માટે બહુ મોટી વાત છે.




આ પણ જુઓ : શું તમને ખબર છે કેટલું ભણેલા છે આ સ્ટાર ભારતીય ક્રિકેટર્સ?

2022માં બર્મિંઘમમાં કોમનવેલ્થ ગેમ્સ
તાજેતરમાં જાહેરાત થઇ હતી કે મહિલા ક્રિકેટને 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં જગ્યા મળશે. આ અંગે ગેટિંગે કહ્યું હતું કે એક-બે દિવસમાં ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં આ અંગે જાહેરાત થઇ જશે. અમને વિશ્વાસ છે કે મહિલા ક્રિકેટને મંજૂરી મળી જશે, જે એક શાનદાર બાબત છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 07:05 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK