વર્લ્ડ કપ 2019: ICCએ કર્યા ધોનીના વખાણ, કહ્યું બદલ્યો ક્રિકેટનો ચહેરો

Jul 06, 2019, 16:22 IST

ધોની એક માત્ર કેપ્ટન છે જેણે ભારતી ટીમને એક નહીં 2 વર્લ્ડ કપ અપાવ્યા છે. દુનિયામાં પહેલીવાર યોજાયેલ T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી આ સિવાય 2011માં ધોનીની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

વર્લ્ડ કપ 2019: ICCએ કર્યા ધોનીના વખાણ, કહ્યું બદલ્યો ક્રિકેટનો ચહેરો
ધોનીએ બદલ્યો ક્રિકેટનો ચહેરો- ICC

ભારતીય ટીમના સુપરસ્ટાર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીના જન્મ દિવસ પહેલા આઈસીસીએ ધમાકેદાર ગિફ્ટ આપી છે. ICCએ ધોનીને ભારતીય ક્રિકેટનો ચહેરો બદલનારા પ્લેયર તરીકે ગણાવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ પોતાનો 38મો જન્મ દિવસ ઉજવશે. ભારતીય ક્રિકેટના દિગ્ગજોમાં સામેલ મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં લખ્યું હતું કે ધોની એક એવું નામ છે જેણે દુનિયાના કરોડો લોકોને ઈન્સપાયર કર્યા હતા. ICCએ ધોનીને ક્રિકેટના નવા ઈતિહાસના માલિક કહ્યા હતા અને કહ્યું હતું કે, ધોની માત્ર એક નામ નથી.

ICCએ આ વીડિયો પોસ્ટમાં ધોનીની અલગ-અલગ વિનિંગ મોમેન્ટ અને હિટિંગ મોમેન્ટ દર્શાવી હતી. આ સિવાય ઘણા પ્લેયર્સને ધોનીની વખાણ કરતા દેખાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોની એક માત્ર કેપ્ટન છે જેણે ભારતી ટીમને એક નહીં 2 વર્લ્ડ કપ અપાવ્યા છે. દુનિયામાં પહેલીવાર યોજાયેલ T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી હતી આ સિવાય 2011માં ધોનીની આગેવાનીમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો: world cup: આખરે ધોનીએ સન્યાસને લઈને તોડ્યુ મૌન

ધોની 7 જુલાઈ રવિવારે તેનો 38મો જન્મદિવસ ઉજવશે. આ વર્લ્ડકપમાં ધોનીની ધીમી શરૂઆતને લઈને ઘણી આલોચના કરવામાં આવી રહી છે. આ વર્લ્ડ કપમાં ધોનીનું પ્રદર્શન એ સ્તરનું રહ્યું નથી જેની આશા રાખવામાં આવી રહી છે. ધોની ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે ધોનીએ ધીમી બેટિંગ કરી હતી જેને લઈને તેમના રમવાની સ્ટાઈલ પર સવાલ ઉઠ્યા હતા. સચિન તેન્ડુલકર અને ગાંગુલીએ પણ ધોનીની આલોચના કરી હતી જો કે સ્કિપર વિરાટ કોહલીએ ધોની પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને ધોનીની ધીમી બેટિંગને સમર્થન આપ્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK