Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ

હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ

30 September, 2011 07:48 PM IST |

હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ

હવે બૅટ્સમૅન ફીલ્ડિંગમાં અવરોધ બનશે તો અમ્પાયર કહેશે, યુ આર આઉટ


 

ઇંગ્લૅન્ડ સામેની ભારતની સિરીઝથી લાગુ પડશે નવા નિયમો
એક્સ્ટ્રા ટાઇમનો નવો રૂલ પણ આવ્યો : ભારતની પ્રથમ વન-ડે ૧૪ ઑક્ટોબરે


કયા નવા નિયમો ભારતની સિરીઝમાં લાગુ થશે?



  • હવેથી વન-ડેની દરેક ઇનિંગ્સમાં એકને બદલે બે બૉલ વાપરવામાં આવશે.

  • જો બૅટ્સમૅન રન દોડતી વખતે ફીલ્ડિંગમાં જાણીજોઈને અવરોધ બનતો દેખાશે તો અમ્પાયર ફીલ્ડિંગ કરી રહેલી ટીમની ફરિયાદને આધારે થર્ડ અમ્પાયર સાથેની મસલત પછી એ બૅટ્સમૅનને પોતાને રનઆઉટ થતો બચાવવાના આરોપસર આઉટ જાહેર કરવામાં આવશે.
  • પાવરપ્લેની રાબેતા મુજબ કુલ ૨૦ ઓવરો રહેશે, જેમાંની પ્રથમ ૧૦ ઓવર ઇનિંગ્સની શરૂઆતમાં જ રાખવાની રહેશે, પરંતુ બાકીની પાંચ-પાંચ ઓવરના બાકીના બે પાવરપ્લે ૧૬થી ૪૦ ઓવર સુધીમાં લઈ લેવા પડશે કે જેથી મિડલની ઓવરો વધુ રોમાંચક બની જાય.

  • ઈજાગ્રસ્ત કે બીમાર બૅટ્સમૅનને રનર રાખવાની છૂટ નહીં મળે.
  • જે પ્લેયર જેટલા સમય માટે ઈજાના કે બીજા કોઈ અનિવાર્ય કારણસર ફીલ્ડિંગથી દૂર રહ્યો હોય એટલો સમય તે બૅટિંગ કે બોલિંગમાં નહીં આવી શકે.
  • જો કોઈ મૅચમાં લંચ કે ટી-ઇન્ટરવલમાં મૅચનું રિઝલ્ટ આવવાનું નક્કી લાગે તો અમ્પાયર જે તે ઇન્ટરવલનો પહેલી ૧૫ મિનિટનો ટાઇમ એક્સ્ટ્રા ટાઇમ તરીકે રાખીને એમાં પ્લેયરોને રમવાનું કહીને બાકીની મૅચ પૂરી કરવાનું કહી શકશે.
Whatsapp-channel Whatsapp-channel

30 September, 2011 07:48 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK