ક્રિકેટના નિયમ બનાવતી મેરિલબોર્ન ક્રિકેટ ક્લબ (એમસીસી) ઓવર-થ્રોના નિયમમાં ફેરફાર કરવા માટે ચર્ચા કરશે. લૉર્ડ્સમાં રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ઓવર-થ્રોના નિયમને કારણે વિવાદ થયો હતો. ઇંગ્લૅન્ડના એક ન્યુઝપેપરના રિપોર્ટ પ્રમાણે જ્યારે એમસીસી સબ-કમિટીની આગામી મીટિંગ યોજાશે ત્યારે ઓવર-થ્રો વિશે ચર્ચા કરવામાં આવશે.
વર્લ્ડ કપ ફાઇનલમાં છેલ્લા ૩ બૉલમાં ૯ રન જોઈતા હતા અને માર્ટિન ગપ્ટિલે ફેંકેલો બૉલ બેન સ્ટોક્સના બૅટને વાગીને બાઉન્ડરીને ક્રૉસ કરતાં ઇંગ્લૅન્ડને ઓવર-થ્રોના ૪ રન મળ્યા હતા. આ ૪ રનને કારણે તેઓ મૅચને સુપરઓવરમાં લઈ જવામાં સફળ થયા હતા અને અંતે બાઉન્ડરી-કાઉન્ટના આધારે તેઓ ચૅમ્પિયન બન્યા હતા.
આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ
ભૂતપૂર્વ મૅચ-રેફરી સાઇમન ટોફેલે કહ્યું કે નિયમો પ્રમાણે અમ્પાયરે ૬ નહીં, પાંચ રન આપવા જોઈએ, કારણ કે ગપ્ટિલે જ્યારે બાઉન્ડરી પરથી થ્રો કરવા માટે બૉલ રિલીઝ કર્યો ત્યારે બૅટ્સમેન ક્રૉસ નહોતા થયા.
અમદાવાદઃ નવા સ્ટેડિયમમાં રમાઈ શકે એશિયા 11 Vs વર્લ્ડ 11 મેચ
Dec 02, 2019, 16:23 ISTકમબૅક વિશે પૂછતાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, જાન્યુઆરી સુધી કંઈ ન પૂછો
Nov 28, 2019, 11:44 ISTICC એ શાકિબ અને બુકી સાથે થયેલી વાતચીત જાહેર કરી
Oct 30, 2019, 20:20 ISTબાંગ્લાદેશ ક્રિકેટને ઝટકો : શાકિબ પર લાગ્યો 2 વર્ષનો પ્રતિબંધ
Oct 29, 2019, 19:45 IST