અમ્પાયર કુમાર ધર્મસેનાના નિર્ણયનો આઇસીસીએ કર્યો બચાવ

દુબઈ | Jul 29, 2019, 10:34 IST

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેનાના વિવાદાસ્પદ ઓવર-થ્રો નિર્ણયનો બચાવ કર્યો હતો.

અમ્પાયર કુમાર ધર્મસેનાના નિર્ણયનો આઇસીસીએ કર્યો બચાવ
કુમાર ધર્મસેના

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ શ્રીલંકાના અમ્પાયર કુમાર ધર્મસેનાના વિવાદાસ્પદ ઓવર-થ્રો નિર્ણયનો બચાવ કર્યો હતો.

વર્લ્ડ કપ ફાઇનલની છેલ્લી ઓવરમાં ઇંગ્લૅન્ડને જીતવા માટે ૩ બૉલમાં ૯ રનની જરૂર હતી. ગપ્ટિલે ફેંકેલા થ્રોમાં બેન સ્ટોક્સનું બૅટ અડતાં બૉલે બાઉન્ડરી લાઇન ટચ કરી હતી અને ધર્મસેનાએ ૬ રન આપ્યા હતા. માર્ટિન ગપ્ટિલે જ્યારે બાઉન્ડરી પરથી બૉલ થ્રો કર્યો ત્યારે બેન સ્ટોક્સે બીજો રન નહોતો લીધો એથી એ બૉલમાં ૬ને બદલે પાંચ મળવા જોઈતા હતા.

કુમાર ધર્મસેનાએ ભૂલ સ્વીકારી છતાં તેને પોતાના આ નિર્ણય પર કોઈ અફસોસ નથી. આઇસીસીના જનરલ મૅનેજર જ્યોફ અર્લાડાઇસે કહ્યું કે ‘એ બૉલમાં જે કંઈ થયું ત્યાર પછી મેં કૉમેન્ટરી-બૉક્સ સાથે ચર્ચા કરી હતી અને પછી નિર્ણય લીધો હતો. તેમણે નિર્ણય લેતી વખતે સાચો પ્રોસેસ ફૉલો કર્યો હતો. આ સ્થિતિમાં પ્લેઇંગ કન્ડિશન થર્ડ અમ્પાયરને નિર્ણય લેવા માટે અનુમતિ નથી આપતી. ઓન-ફીલ્ડ અમ્પાયરે નિર્ણય લીધો હોય ત્યારે મૅચ-રેફરી એમાં વચ્ચે ન પડી શકે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK