બાંગ્લાદેશ ક્રિકેટને ઝટકો : શાકિબ પર લાગ્યો 2 વર્ષનો પ્રતિબંધ

Published: Oct 29, 2019, 19:45 IST | Mumbai

બાંગ્લાદેશ ક્રિકેટ અને તેના ક્રિકેટ ચાહકો માટે મોટા ઝટકા સમાન સમાચાર મળી રહ્યા છે. ICCએ બાંગ્લાદેશના કેપ્ટન અને વર્લ્ડ નંબર 1 વન-ડે ગેમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે.

શાકિબ અલ હસન (PC : Gulf News)
શાકિબ અલ હસન (PC : Gulf News)

Mumbai : બાંગ્લાદેશ ક્રિકેટ અને તેના ક્રિકેટ ચાહકો માટે મોટા ઝટકા સમાન સમાચાર મળી રહ્યા છે. ICCએ બાંગ્લાદેશના કેપ્ટન અને વર્લ્ડ નંબર 1 વન-ડે ગેમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ અલગ અલગ સમયે થતા ભ્રષ્ટાચારને લગતા મામલાઓ અંગે તેના તરફથી યોગ્ય રિપોર્ટ ન કરવા બદલ લગાવવામાં આવ્યો છે. મેચ ફિક્સીંગ માટે બુકીઓ દ્વારા ખેલાડીઓની અપ્રોચ અંગે તેણે રિપોર્ટ કર્યા ન હતા. આઇસીસીના એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘન બદલ આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

હું જે રમતને પ્રેમ કરૂ છું તે રમવા માટે મારા પર પ્રતિબંધ લાગ્યો : શાકિબ
આ નિર્ણય અંગે શાકિબ અલ હસને કહ્યું, ''આ ખુબ દુખની વાત છે કે જે ગેમને હું પ્રેમ કરું છું તે રમવા પર પ્રતિબંધ લાગ્યો છે. ICC ACU ભ્રષ્ટાચાર વિરુદ્ધની મુખ્ય લડાઇ માટે ખેલાડીઓ પર આધારિત છે અને મેં મારી ફરજ યોગ્ય રીતે બજાવી નથી. '' શાકિબે એન્ટી કરપ્શન કોડ અંતર્ગત ત્રણ ચાર્જ કબૂલ્યા હતા. હવે શાકિબ 29 ઓક્ટોબર, 2020થી ક્રિકેટ રમવાનું ચાલુ કરી શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK