ICC World Cup 2019માં ટીમ ઇન્ડિયાની સુરક્ષાને પગલે ICC એ માંગી માફી

London | Jul 07, 2019, 22:18 IST

શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા.જેના પર રાજકીય સંદેશો લખેલો હતો. જોકે આ સમગ્ર ઘટના બાદ ICC એ અફસોસ વ્યક્ત કર્યો હતો.

ICC World Cup 2019માં ટીમ ઇન્ડિયાની સુરક્ષાને પગલે ICC એ માંગી માફી

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 તેના અંતિમ તબક્કા પર પહોંચી ગયો છે. ત્યારે આ ટુર્નામેન્ટ દરમ્યાન એક એવી ઘટના સામે આવી હતી જેને લઇને સૌ કોઇ ચોકી ઉઠ્યા હતા. ખાસ કરીને ભારત આ બાબતથી વધુ ચીંતીત હતું. શનિવારે હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમ પરથી એક પછી એક ત્રણ વિમાન પસાર થયા હતા. જેના પર રાજકીય સંદેશો લખેલો હતો. જોકે આ સમગ્ર ઘટના બાદ ICC એ અફસોસ વ્યક્ત કર્યો હતો. પણ આ ઘટનાને પગલે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચિંતાઓ વધી ગઇ છે.

ICCનો જવાબ
ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) હવે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને એક પત્ર લખ્યો છે, જેમાં તેણે ભારતીય ખેલાડીઓ અને પ્રશંસકોની સુરક્ષા માટે આશ્વાસનની માગણી કરી છે. બીસીસીઆઈએ પોતાના પત્રમાં ICCને લખ્યું છે કે, હેડિંગ્લે મેચ દરમિયાન ત્રણ વિમાન રાજકીય નારા સાથે જુદા-જુદા સમયે કેવી રીતે સ્ટેડિયમ ઉપરથી પસાર થઈ ગયા તે આશ્ચર્ય જગાડતી બાબત છે.

BCCI
એ શું કહ્યું
BCCIના CEO રાહુલ જોહરીએ શનિવારે આઈસીસીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, "BCCI તરફથી હું એ બાબતે ધ્યાન દોરવા માગું છું કે આજે થયેલી ઘટનાને અમે અત્યંત ગંભીર ગણીએ છીએ. અમે ICC અને ECBને અનુરોધ કરીએ છીએ કે, ભવિષ્યની મેચમાં આવી ગોઈ ઘટના નહીં ઘટે તેનું અમને આશ્વાસન આપવામાં આવે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ અને તેના પ્રશંસકોને પણ પુરતી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગણી કરીએ છીએ."

ઘટના અંગે ICC માટે માગી લીધી છે માફી
ICCના ટૂર્નામેન્ટના પ્રમુખ ક્રિસ ટેટલી આ ઘટના અંગે પહેલાથી જ BCCI પાસે માફી માગી ચૂક્યા છે. તેમણે કહ્યું કે, ઈમેલ માટે આપનો આભાર. અમે બેનરો બાબતે માહિતગાર છીએ. આજે સવારે સ્ટેડિયમ ઉપરથી બે વિમાન ઉડ્યા હતા.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

ICCએ એક નિવેદન બહાર પાડીને પણ જણાવ્યું છે કે, "આ ઘટના બીજી વખત ઘટી તેના અંગે અમે માફી માગીએ છીએ. આઈસીસી વર્લ્ડ કપમાં કોઈ પણ પ્રકારના રાજકીય સંદેશાને નજરઅંદાજ કરી શકે નહીં. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમે પોલીસની સાથે મળીને કામ કર્યું છે. પ્રથમ ઘટના પછી વેસ્ટ યોર્કશાયર પોલીસે આશ્વાસન આપ્યું હતું કે આવું બીજી વખત નહીં થાય. હવે, બીજી વખત થયેલી ઘટના અંગે અમે નિરાશ છીએ."

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK