બે સ્થાન ભરવા માટે ૧૨ દિવસની સ્પર્ધામાં ૧૬ ટીમ વચ્ચે રમાશે ૭૨ મૅચ

Published: 22nd December, 2011 09:00 IST

દુબઈ: આઇસીસી (ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની હેડ-ઑફિસ ધરાવતા દુબઈમાં તેમ જ અબુ ધાબી અને શારજાહમાં ૧૩થી ૨૪ માર્ચ દરમ્યાન અસોસિએટ દેશો અને આઇસીસી સાથે જોડાયેલા બીજા નાના દેશો વચ્ચે આવતા વર્ષના વ્૨૦ વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ રમાશે જેની ટોચની બે ટીમો વર્લ્ડ કપમાં રમશે.શ્રીલંકામાં યોજાનારા વ્૨૦ વર્લ્ડ કપ માટે છેલ્લા બે સ્થાન ખાલી છે જે ભરવા માટે આ ક્વૉલિફાઇંગ રાઉન્ડ રમાશે. ૧૨ દિવસના આ રાઉન્ડમાં ૧૬ ટીમો વચ્ચે કુલ મળીને ૭૨ મૅચો રમાશે.

૨૦૧૦માં અફઘાનિસ્તાન અને આયર્લેન્ડ ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ મારફત વ્૨૦ વર્લ્ડ કપમાં પહોંચ્યા હતા.

ક્વૉલિફાઇંગની ફૉર્મેટ શું છે?

આઠ-આઠ ટીમોના બે ગ્રુપ પાડવામાં આવ્યા છે.

બન્ને ગ્રુપની ટોચની ત્રણ-ત્રણ ટીમને વ્૨૦ વર્લ્ડ કપ માટેની બાકીની બે ટીમ તરીકે સ્થાન મેળવવાનો મોકો મળશે.

બન્ને ગ્રુપની ટોચની ટીમ વચ્ચે ફસ્ર્ટ ક્વૉલિફાઇંગ ફાઇનલ રમાશે જે જીતનાર ટીમને વ્૨૦ વર્લ્ડ કપમાં સીધી એન્ટ્રી મળી જશે. જોકે ક્વૉલિફાઇંગ ફાઇનલની પરાજિત ટીમ સેકન્ડ ક્વૉલિફાઇંગ ફાઇનલમાં પ્લે-ઑફ મૅચોની મોખરાની ટીમ સામે રમશે અને એ જીતનાર ટીમ પણ વર્લ્ડ કપમાં રમી શકશે.

જોકે બન્ને ક્વૉલિફાઇંગ ફાઇનલોની વિજેતા ટીમને વ્૨૦ વર્લ્ડ કપના કયા ગ્રુપમાં મોકલવી એ નક્કી કરવા એમની વચ્ચે દુબઈમાં ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે.

ટુર્નામેન્ટની ફાઇનલ જીતનાર ટીમને વ્૨૦ વર્લ્ડ કપના ગ્રુપ ‘બી’માં ઑસ્ટ્રેલિયા તથા વેસ્ટ ઇન્ડીઝ સાથે મૂકવામાં આવશે, જ્યારે ટુર્નામેન્ટની ફાઇનલ હારનાર ટીમને ગ્રુપ ‘એ’માં ૨૦૧૦ના વિજેતા ઇંગ્લૅન્ડ અને ૨૦૦૭ના વિનર ભારત સાથે રાખવામાં આવશે.

ક્વૉલિફાઇંગમાં કયા ગ્રુપમાં કોણ?

ગ્રુપ ‘એ’

અફઘાનિસ્તાન, નેધરલૅન્ડ્સ, કૅનેડા, પપુઆ ન્યુ ગિની, હૉન્ગકૉન્ગ, બમુર્ડા, ડેન્માર્ક અને નેપાલ.

ગ્રુપ ‘બી’

આયર્લેન્ડ, કેન્યા, સ્કૉટલૅન્ડ, નામિબિયા, યુગાન્ડા, ઓમાન, ઇટલી અને અમેરિકા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK