IPL 2020: ટેસ્ટ સિરીઝની તૈયારી કરવા આઇપીએલ સારું માધ્યમ છે : ઇયાન ચૅપલ

Updated: Sep 17, 2020, 11:02 IST | IANS | New Delhi

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલનું કહેવું છે કે ભારતીય અને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ માટે વર્ષના અંતમાં રમાનારી ટેસ્ટ સિરીઝની તૈયારી કરવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક સારું માધ્યમ છે.

ઇયાન ચૅપલ
ઇયાન ચૅપલ

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન ઇયાન ચૅપલનું કહેવું છે કે ભારતીય અને ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ માટે વર્ષના અંતમાં રમાનારી ટેસ્ટ સિરીઝની તૈયારી કરવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક સારું માધ્યમ છે. હાલની તારીખમાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ઇંગ્લૅન્ડ સામે વન-ડે મૅચની સિરીઝ રમી રહી છે. ઇયાન ચૅપલનું કહેવું છે કે ‘ભારતીય પ્લેયરો અને કેટલાક ઑસ્ટ્રેલિયન પ્લેયર્સ માટે ડિસેમ્બર ટેસ્ટ સિરીઝની તૈયારી કરવા માટે આઇપીએલ એક સારું માધ્યમ બની રહેશે. એક રીતે જોવા જઈએ તો આ ટુર્નામેન્ટ, ટેસ્ટ સિરીઝ માટે આદર્શ પ્રિપરેશન ન કહી શકાય, પણ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ બૅટ્સમૅન રવિ બોપારાના વિચારોને યાદ કરવા પૂરતા કહી શકાય. આઇપીએલ બાદ રવિને પૂછવામાં આવ્યું હતું કે ટેસ્ટ સિરીઝ માટે આઇપીએલની રમત તેને માટે પૂરતી છે? એના જવાબમાં રવિએ કહ્યું હતું કે સ્કોરને જોઈને તમારી પાસે આવતી દરેક તક સકારાત્મક હશે કે નહીં એનો અંદાજ લગાવી શકાય છે. આ વાતની સાબિતી તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે સતત સેન્ચુરી ફટકારીને આપી હતી. જો ભારતીય પ્લેયરો બૉર્ડર -ગાવસકર ટ્રોફી દરમ્યાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ અને વ્યક્તિગત ગર્વને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો ઍટિટ્યુડ રાખે તો કદાચ એ તેમને માટે સારું રહી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK