પૉઇન્ટ ટેબલને આધારે ટાઈ ફાઇનલમાં ચૅમ્પિયન નક્કી કરવો જોઈએ : ઇયાન ચૅપલ

મુંબઈ | Jul 22, 2019, 10:52 IST

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન કૉમેન્ટેટર ઇયાન ચૅપલનું માનવું છે કે વર્લ્ડ કપની ફાઇનલ ટાઈ થાય તો ચૅમ્પિયન કોણ એ નક્કી કરવા લીગ-સ્ટેજ પછી પૉઇન્ટ ટેબલમાં ટીમોની પૉઝિશનને મહત્ત્વ આપવું જોઈએ.

ઈયાન ચેપલ
ઈયાન ચેપલ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને વર્તમાન કૉમેન્ટેટર ઇયાન ચૅપલનું માનવું છે કે વર્લ્ડ કપની ફાઇનલ ટાઈ થાય તો ચૅમ્પિયન કોણ એ નક્કી કરવા લીગ-સ્ટેજ પછી પૉઇન્ટ ટેબલમાં ટીમોની પૉઝિશનને મહત્ત્વ આપવું જોઈએ.

૧૪ જુલાઈએ ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ૨૪૧ના સ્કોરે રોમાંચક વર્લ્ડ કપ ફાઇનલ ટાઈ થઈ હતી અને સુપરઓવર રમાઈ હતી. સુપરઓવર ૧૫ રને ટાઈ થતાં વર્લ્ડ કપ વિજેતાનો નિર્ણય ઑન-ફીલ્ડ અમ્પાયરોએ બાઉન્ડરી કાઉન્ટને આધારે કર્યો હતો જેમાં બ્રિટિશરો હાઇએસ્ટ બાઉન્ડરી મારવાના કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ નિર્ણય સામે વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટરો રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યા હતા.

ઇયાન ચૅપલે મીડિયાને કહ્યું, ‘વિજેતા નક્કી કરવાનો સૌથી બેસ્ટ રસ્તો એ છે કે બન્ને ટીમોની લીગ રાઉન્ડ પછીની પૉઝિશન ચેક કરો અને જે ટૉપ પર હોય એને વિજેતા જાહેર કરો.’

તેમણે આગળ કહ્યું, ‘જો સુપરઓવરથી પણ વિજેતા નક્કી ન થાય તો ચૅમ્પિયન શોધવાનો આ સૌથી ઓછો વિવાદાસ્પદ ઉપાય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK