ચૅપલ કહે છે કે મેં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે કંઈ જ વાત નથી કરી

Published: 25th December, 2011 05:22 IST

સોમવારે ભારત સામે શરૂ થતી પ્રથમ ટેસ્ટમૅચ પહેલાં માઇકલ ક્લાર્ક ઍન્ડ કંપનીને ભારતીય પ્લેયરોની અને ખાસ કરીને સચિન તેન્ડુલકરની નબળાઈઓથી વાકેફ કરવા ઑસ્ટ્રેલિયાના કોચ મિકી આર્થરે કરેલી વિનંતીને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન અને ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચૅપલે ઠુકરાવી દીધી છે.મેલબર્ન :
ચૅપલે ગઈ કાલે મેલબર્નથી પીટીઆઈને કહ્યું હતું કે ‘મેં ઑસ્ટ્રેલિયન ટીમ સાથે કોઈ ચર્ચા કરી નથી અને આવનારા દિવસોમાં કરવાનો પણ નથી. હું ભારતીયોની નબળાઈઓ બતાવવા તેમની પાસે પહોંચી જઈશ એવો મિડિયામાં રિપોર્ટ કેવી રીતે ફૂટી નીકળ્યો એ જ મને નથી સમજાતું.’

ગાંગુલી પર થયા ખફા

ગ્રેગ ચૅપલ વિશેનો અહેવાલ રવિવારે બહાર આવ્યો ત્યાર બાદ સોમવારે ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ તેમના વિશે જે કૉમેન્ટ્સ કરી હતી એ બાબતમાં ચૅપલ ગઈ કાલે તેના પર ખફા હતા. ગાંગુલીએ સોમવારે કલકત્તાથી પત્રકારોને એવું કહ્યું હતું કે ‘ગ્રેગ ચૅપલ ક્રિકેટ-કોચ તરીકે એટલા બધા નબળા છે કે જેના કારણે તેમણે તેમના જ દેશમાં અનેક હોદ્દા ગુમાવ્યા છે. આના પરથી જ સાબિત થાય છે કે તેમનામાં જ કંઈક ખામી છે. જે વ્યક્તિ એકની એક ભૂલ વારંવાર કરે તે પાગલ જ કહેવાય. કોચિંગ આપવાની તેમની ઑસ્ટ્રેલિયન મનોવૃત્તિ ભારતમાં તો શું ઑસ્ટ્રેલિયામાં પણ સફળ નથી નીવડી. ૨૦૦૪માં મેં તેમને ભારતમાં કોચનો હોદ્દો અપાવીને બહુ મોટી ભૂલ કરી હતી.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK