Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Video : જ્યારે પણ તક મળશે ત્યારે મેદાનમાં ડાંસ જરૂર કરીશ : કોહલી

Video : જ્યારે પણ તક મળશે ત્યારે મેદાનમાં ડાંસ જરૂર કરીશ : કોહલી

13 August, 2019 09:39 AM IST | Mumbai

Video : જ્યારે પણ તક મળશે ત્યારે મેદાનમાં ડાંસ જરૂર કરીશ : કોહલી

Video : જ્યારે પણ તક મળશે ત્યારે મેદાનમાં ડાંસ જરૂર કરીશ : કોહલી


Mumbai : હાલ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. ત્યારે ટીમના સુકાનની વિરાટ કોહલી એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આ સાથે સુકાની અને એક ખેલાડી તરીકે તે ઘણો સરળ રહ્યો છે અને સાથે જ એક વ્યક્તિ તરીકે પણ તે જીવનનો ઘણો આનંદ માણે છે. ખુદ કોહલીએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેને આ વાત યુવા ખેલાડી યુઝવેન્દ્ર ચહલને કહી છે. આપને જણાવી દઈએ કે વેસ્ટઇન્ડીઝ સામેની બીજી વન ડે મેચ બાદ ચહલે વિરાટ કોહલીનું એક ઇન્ટરવ્યૂ લીધું.




ચહલે લીધું કોહલીનું ઇન્ટરવ્યું
ચહલ સાથે વાતચીત કરતા કોહલીએ કહ્યું કે,‘હું મેદાન પર ભરપૂર આનંદ લઈ રહ્યો છું. માત્ર કેપ્ટન હોવાના કારણે હું કોઈ પ્રકારે દબાણમાં રહેતો નથી. આપણે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. તેથી જરૂરી છે કે આપણે જીવનનો આનંદ લેવો જોઈએ. આપણે જ્યારે પણ સંગીત વાગે તો આનંદ લેવો અને નાચવું જોઈએ અને વિરોધી ટીમને પણ સામેલ કરવી જોઈએ. હાલના સમયમાં હું ઘણો ખુશ છું અને આ જ કરાણ છે કે જ્યારે પણ તક મળે છે હું ડાંસ કરવાનું ચૂકતો નથી.’ આપને જણાવી દઈએ કે ચહલના આ ઇન્ટરવ્યૂની એક ક્લિપ BCCIએ તેના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે.



આ પણ જુઓ : વિરાટ કોહલીઃ એક પ્રેમાળ પુત્ર, વ્હાલો ભાઈ અને છે આઈડિયલ પતિ

વિન્ડીઝ સામે કોહલીએ કારકિર્દીની 42મી સદી ફટકારી રોકોર્ડ નોંધાવ્યો
વેસ્ટઇન્ડીઝ સામેની મેચમાં વિરાટ કોહલીએ 42મી સદી ફટકારી હતી. તેને 125 બોલમાં 120 રન બનાવ્યા હતા અને આ સાથે તેને કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. વિરાટે આ સદી સાથે 238 વન-ડેમાં 11,366 રન બનાવ્યા છે અને સૌરવ ગાંગુલીના 311 વન-ડેમાં 11,363 રનના રેકોર્ડને તોડ્યો છે. આ મામલે હવે વિરાટ સચિન તેંડુલકર 463 વન-ડેમાં 18,426 રન, જેક કાલિસ-11,579 રન, ઇન્ઝમામ ઉલ હક-11,739 રન, મહેલા જયવર્ધ-12,650 રન, સનથ જયસૂર્યા-13,430 રન, રિકી પોન્ટિંગ-13,704 રન અને કુમાર સંગાકારા-14234 રન સાથે આગળ છે.


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2019 09:39 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK