નેક્સ્ટ સીઝન દરમ્યાન હું 100 ટકા ફૉર્મમાં હોઈશ : રૉજર ફેડરર

Published: 8th July, 2020 16:10 IST | Agencies | Zurich

સ્ટાર ટેનિસ-પ્લેયર રૉજર ફેડરરનું માનવું છે કે આવતી સીઝન સુધીમાં હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જઈશ.

રૉજર ફેડરર
રૉજર ફેડરર

સ્ટાર ટેનિસ-પ્લેયર રૉજર ફેડરરનું માનવું છે કે આવતી સીઝન સુધીમાં હું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જઈશ. વાસ્તવમાં થોડા સમય પહેલાં તેણે પોતાના ઘૂંટણની સર્જરી કરાવી હોવાની વાત કહી હતી. આ કારણસર તે આ વર્ષની સીઝન માટે ટેનિસ-કોર્ટ પર રમતો જોવા નહીં મળી શકે. ટેનિસજગત સાથે વાત કરતાં ફેડરરે કહ્યું કે ‘જ્યારથી લૉકડાઉન શરૂ થઈ ગયું છે ત્યારથી મને મારા માટે સ્વિટ્ઝરલૅન્ડમાં એક લાંબો સમય પસાર કરવાની તક મળી ગઈ છે. લગભગ છેલ્લાં ૨૫ વર્ષથી હું સતત ટ્રાવેલ કરી રહ્યો છું અને ક્યારેય મેં મારા ઘરે સતત બે મહિના પસાર નથી કર્યા. પાંચ મહિનાથી હું સ્વિટ્ઝરલૅન્ડમાં છું અને અહીં ઘણી મજા કરી રહ્યો છું. લાઇફ ક્વૉલીટી સ્વિટ્ઝરલૅન્ડમાં ઘણી સારી છે. હવે ઉનાળો આવશે એટલે લોકો બહાર નીકળશે. જોકે છેલ્લા કેટલાક મહિનાથી હું બન્ને ઘૂંટણની સર્જરીને કારણે વધુ કંઈ કરી શકતો નથી. હું સ્ટેપ-બાય-સ્ટેપ અને યોગ્ય રીતે આરામથી રિકવરી કરવા ઇચ્છું છું. ખરું કહું તો હવે મને સારું લાગી રહ્યું છે. અત્યારના તબક્કે પણ હું સંપૂર્ણપણે ટેનિસ રમી શકું એવી હાલતમાં નથી, પણ મને ભરોસો છે કે આવતી સીઝન સુધીમાં હું ૧૦૦ ટકા ફૉર્મમાં આવી જઈશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK