બુમરાહની ઓપનિંગ સ્પેલને કારણે હું સફળ રહ્યો હતો: ચહલ

રોઝ બાઉલ | Jun 07, 2019, 13:13 IST

ભૂતકાળમાં ચેસ રમવાને કારણે હું ધીરજ અને પ્લાનિંગનું મહત્વ જાણું છું

બુમરાહની ઓપનિંગ સ્પેલને કારણે હું સફળ રહ્યો હતો: ચહલ
યુઝવેન્દ્ર ચહલ

ભારતનો કાંડાનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ભૂતકાળમાં ચેસ પ્લેયર હોવાનો ફાયદો આજે ક્રિકેટમાં જબરદસ્ત થઈ રહ્યો છે, કારણ કે તેનું માનવું છે કે ચેસ રમવાને કારણે તેને બૅટ્સમેનોની આગામી રણનીતિ સમજવામાં મદદરૂપ થાય છે. વર્લ્ડ કપની ડેબ્યુ મૅચમાં ચહલે બુધવારે સાઉથ આફ્રિકા સામે ૫૧ રનમાં ૪ વિકેટ ઝડપી હતી જેમાં હરીફ કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી (૩૮), રેસી વેન ડેર ડુસેન (૨૨), આક્રમક રમતને કારણે ‘કિલર મિલર’ના નિકનેમથી જાણીતો ડેવિડ મિલર (૩૧) અને એન્દિલ ફેબલુકવાયો (૩૪)ની વિકેટ લીધી હતી.

મૅચ પછી તેણે મીડિયાને કહ્યું ‘ચેસે મને ધીરજ અને પ્લાનિંગના પાઠ શીખવાડ્યા છે. સામાન્ય રીતે ચેસમાં આગામી ૧૫થી ૧૬ ડગલાંના પ્લાન બનાવીને રમવાનું હોય છે એવી જ રીતે ફૅફ ડુ પ્લેસી જેવા ખેલાડી સામે બોલિંગ કરતી વખતે ચોક્કસ પ્લાન બનાવવાની જરૂર હોય છે. બૅટ્સમૅન સામે ગુગલી બૉલ નાખવો કે  ફ્લિપર, કયા પ્રકારનો બૉલ બૅટ્સમૅન રમી શકે છે અને કયા પ્રકારના બૉલ રમવામાં બૅટ્સમૅનને તકલીફ થાય છે. મેં જે રીતે ફૅફને આઉટ કર્યો તે મને ગમ્યું. મને ટર્ન મળી રહ્યો હતો એથી મેં તેના ઑફ-સ્ટમ્પ પાસે બૉલ ફેંક્યો અને તે મારા બૉલને સમજી ન શક્યો.’

આ પણ વાંચો : લાગલગાટ 4 દિવસ એશિયન ટીમોની જીત થઈ હોય એવું પહેલી વખત બન્યું

કૅપ્ટન કોહલીએ ચહલ વિશે કહ્યું કે ‘તેનામાં ખૂબ આત્મવિશ્વાસ છે, હું સર્કલની અંદર ૭ ફીલ્ડર ઊભા રાખી દઉં તો પણ તે બોલિંગ કરવા તૈયાર હોય છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK