સંજય માંજરેકરે અગાઉ કમેન્ટ આપી હતી કે ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાને ફક્ત સબસ્ટીટ્યુટ ફિલ્ડર તરીકે જ લેવો જોઈએ. ભારતની વનડે અને ટી-20 ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરતા માંજરેકરે પ્રશ્નો પણ કર્યા હતા. માંજરેકરે એમ પણ ઉમેર્યું હતું કે હાર્દિક પંડ્યાને પણ ટીમમાં લેવો ન જોઈએ. જોકે ગઈ કાલે આ બંને ગુજરાતી ઓલરાઉન્ડરે તોફાની બેટિંગ કરીને ભારતને જીત અપાવતા સોશ્યલ મીડિયામાં માંજરેકર ટ્રોલ થયો હતો.
Was skeptical about Hardik the pure batsman in 50 overs cricket. Not anymore. 🙏👏👏👏#AUSvsIND
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) December 2, 2020
સોશ્યલ મીડિયામાં કાલે આખો દિવસ ટ્રોલ થયા બાદ માંજરેકરે કહ્યું કે, મારા વિચાર અને સિલેક્શન આટલા વર્ષોના અનુભવથી આપુ છે. માંજરેકરે એક ટ્વીટ કરીને કહ્યું કે, 50 ઓવરની ક્રિકેટ મેચમાં હાર્દિક પંડ્યાને હુ હવે એક કમ્પ્લિટ બેટ્સમેન તરીકે જોઉ છુ, પહેલા મને કન્ફ્યુઝન હતુ જે હવે નથી.
આ પણ વાંચોઃ જાડેજા અને પંડ્યાની આક્રમક બેટિંગ બાદ માંજરેકર થયો ટ્રોલ, જુઓ મિમ્સ
પહેલી ઈનિંગમાં ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટે 302 રન કર્યા હતા. 152 રનમાં 5 વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 150 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં 76 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 92 રન કર્યા હતા.
આ પણ વાંચોઃ વિદેશમાં સાત હાર બાદ ઈન્ડિયા આખરે મેચ જીત્યું
જાડેજાએ કરિયરની 13મી ફિફટી ફટકારતાં 50 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. હાર્દિકને તેની ઇનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.