મને લાગે છે કે ધોની હવે ઇન્ડિયા માટે નહીં રમી શકે : હર્ષા ભોગલે

Published: Mar 29, 2020, 17:44 IST | IANS | Mumbai Desk

મને નથી લાગતું કે તે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં રમી શકશે. જો તે આઇપીએલમાં સારું રમી શક્યો હોત તો વાત કંઈક અલગ હોત.’

કોરોના વાઇરસને લીધે આઇપીએલ પર તલવાર લટકી રહી છે અને સાથે-સાથે મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ પર પણ અનેક સવાલ ઊઠી રહ્યા છે. ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેનું કહેવું છે કે કદાચ ધોની ટીમ ઇન્ડિયા માટે રમી ન શકે. આ વિશે વાત કરતાં હર્ષાએ કહ્યું કે ‘મારો અંતરઆત્મા કહે છે કે ટીમ ઇન્ડિયા માટે વધારે રમવાની ધોનીની ઇચ્છા અધૂરી રહી જશે. મને નથી લાગતું કે તે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં રમી શકશે. જો તે આઇપીએલમાં સારું રમી શક્યો હોત તો વાત કંઈક અલગ હોત.’ 

ધોનીના બાળપણના કોચ કેશવ બૅનરજીના મતે વર્લ્ડ કપ સિલેક્શન માટે ધોની અવેલેબલ હશે, પણ તેના સ્થાને ટી૨૦ વર્લ્ડ કપમાં કીપિંગનો ચાન્સ રિષભ પંત કે કે. એલ. રાહુલને આપવો યોગ્ય નહીં કહેવાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK