નાનપણમાં હું ચેસ બહુ રમતો, પણ ભાગ્યે જ જીતતો : સચિન

Published: 3rd August, 2012 06:09 IST

સચિન તેન્ડુલકરે ૯ ઑગસ્ટે જોઈ ન શક્તા પ્લેયરો માટે ચેન્નઈમાં શરૂ થઈ રહેલા ચેસ ઑલિમ્પિયાડના ઉદ્ઘાટન માટે ગઈ કાલે મુંબઈમાં આયોજિત એક સમારંભમાં ચેસ પ્રત્યેના પોતાના વળગણની વાત કરતા કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે અમારા ઘરમાંચેસની રમત બહુ રમાતી હતી.

sachin-chessહું મારા ભાઈ અજિત સાથે ખૂબ ચેસ રમતો હતો, પરંતુ હું ભાગ્યે જ જીતી શક્તો હતો. જોકે એ રમત રમવાની મને ખૂબ મજા આવતી હતી.’

માસ્ટર બ્લાસ્ટરે ૧૩ વર્ષના પુત્ર અજુર્નને પણ ચેસનો ક્રેઝ હતો એની વાત કરી હતી. સચિને કહ્યું હતું કે ‘અજુર્નને ક્રિકેટ પહેલાં ચેસનું વળગણ હતું. અમે તેને તાલીમ માટે ચેસના ક્લાસમાં પણ મોકલ્યો હતો. કોઈ મિત્ર કે વિઝિટર મને મળવા ઘરે આવતા ત્યારે પહેલાં અજુર્ન તેને પોતાની સાથે ચેસ રમવા બેસાડી દેતો હતો. જોકે બાળકોની રુચિ થોડા સમયે બદલાતી રહે છે. ચેસ પછી તેને ડબ્લ્યુડબ્લ્યુઈમાં રસ પડ્યો હતો અને ત્યાર પછી થોડો સમય ફૂટબૉલની પાછળ પડ્યો હતો.’

ડબ્લ્યુડબ્લ્યુઈ = વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK