Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

22 January, 2021 03:02 PM IST | New Delhi
Agencies

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત

ધોની સાથેની સરખામણી ગમે છે, પણ હું મારી અલગ ઓળખ બનાવવા માગું છું: પંત


મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને ટીમ ઇન્ડિયા માટે વિકેટકીપરની ફરજ બજાવતો રિષભ પંત અન્ય સાથી ખેલાડીઓ સાથે ભારત આવી પહોંચ્યો છે. તેણે ગઈ કાલે દિલ્હી ઍરપોર્ટ પર લૅન્ડ કર્યું હતું. ઑસ્ટ્રેલિયામાં તેની શાનદાર ઇનિંગ્સને લીધે સૌકોઈ તેની પ્રશંસા કરી રહ્યું છે અને મહેન્દ્ર સિંહ ધોની સાથે તેની સરખામણી કરી રહ્યા છે.
ધોની સાથેની પોતાની સરખામણીના મુદ્દે વાત કરતાં રિષભ પંતે કહ્યું કે ‘જ્યારે તમારી સરખામણી ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે તમને ઘણું સારું લાગે, પણ હું નથી ઇચ્છતો કે મારી કોઈની સાથે સરખામણી કરવામાં આવે. ભારતીય ક્રિકેટમાં હું મારી એક અલગ ઓળખાણ બનાવવા માગું છું, કેમ કે કોઈ પણ યુવા ખેલાડી માટે કોઈ પણ દિગ્ગજ પ્લેયર સાથે સરખામણી કરવી યોગ્ય નથી. અમે જે પ્રમાણે ઑસ્ટ્રેલિયામાં પ્રદર્શન કર્યું એ જોઈને આખી ટીમ ઘણી ખુશ છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2021 03:02 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK