આઇપીએલને લીધે મારી રમતમાં નિખાર આવ્યો છે: જૉની બૅરસ્ટો

Published: May 16, 2019, 12:50 IST | બ્રિસ્ટોલ

ત્રીજી વન-ડેમાં પાકિસ્તાન સામે ૩૫૯ રનનો ટાર્ગેટ ૪૪.૫ ઓવરમાં ચેઝ કરીને ઇંગ્લૅન્ડે બતાવ્યો દમ

લાજવાબ ઇનિંગ્સ : સેન્ચુરી ફટકાર્યા બાદ જૉની બૅરસ્ટો
લાજવાબ ઇનિંગ્સ : સેન્ચુરી ફટકાર્યા બાદ જૉની બૅરસ્ટો

૯૩ બૉલમાં ૧૨૮ રન ફટકારીને મૅચનો હીરો બનનાર ઇંગ્લૅન્ડનો ઓપનર જૉની બૅરસ્ટો તેની સફળતા માટે ભારતીય લીગને શ્રેય આપતાં કહે છે, જુદા-જુદા ખેલાડીઓ અને કોચ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે.

પાકિસ્તાન સામેની પાંચ વન-ડે સિરીઝની મંગળવારે રમાયેલી ત્રીજી વન-ડેમાં યજમાન ઇંગ્લૅન્ડે ફરી એક વાર પરચો બતાવતાં ૩૫૯ રનનો ટાર્ગેટ ૪૪.૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને મેળવીને વર્લ્ડ કપ પહેલાં બધી ટીમોને સાવધ કરી દીધી છે. ઇંગ્લૅન્ડે આ સાથે સિરીઝમાં ૨-૦થી અજેય લીડ મેળવી લીધી હતી. પહેલી વન-ડે વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજીમાં ઇંગ્લૅન્ડનો ૧૨ રનથી વિજય થયો હતો. પાકિસ્તાને ઓપનર ઇમામ અલ હકની ૧૩૧ બૉલમાં ૧૫૧ રનની અફલાતૂન અને કરીઅર બેસ્ટ ઇનિંગ્સના જોરે ૫૦ ઓવરમાં ૦૦૦૦૦ વિકેટે ૩૫૮ રન ખડકી દીધા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડે ઓપનરો જેશન રૉય (પંચાવન બૉલમાં ૭૬) અને જૉની બૅરસ્ટો (૯૩ બૉલમાં ૧૨૮ રન)ની મદદથી ૧૭.૩ ઓવરમાં ૧૫૯ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત પાયો નાખ્યો હતો અને આખરે ૫.૧ ઓવર બાકી રાખીને શાનદાર વિજય મેળવી લીધો હતો.

૨૯ વર્ષીય બૅરસ્ટોએ આઇપીએલનું ફૉર્મ જાળવી રાખતાં શાનદાર સેન્ચુરી ફટકારીને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીતી લીધો હતો. બૅરસ્ટોએ મૅચ બાદ તેની સફળતા બદલ આઇપીએલને શ્રેય આપતાં કહ્યું હતું કે ત્યાં રમવાને લીધે મારી રમત નિખરી છે. બૅરસ્ટોએ કહ્યું હતું, ‘આઇપીએલમાં અલગ-અલગ કોચ અને ખેલાડીઓ પાસેથી ઘણું બધું શીખવા મળે છે અને એને લીધે પ્રેશર અને અપેક્ષાઓ સામે સારું પર્ફોર્મ કરવાની શીખ મળી છે.’

આ પણ વાંચો : ધોનીને લીધે ટીમ ઇન્ડિયા બીજા કરતાં બેસ્ટ થઈ જાય છે : વિરાટ

કૅપ્ટન મૉર્ગન થયો સસ્પેન્ડ

ત્રીજી વન-ડેમાં સ્લો ઓવર-રેટ બદલ ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનને મૅચ-રેફરીએ એક મૅચ માટે સસ્પેન્ડ કરવા ઉપરાંત ૪૦ ટકા મૅચ-ફીનો દંડ ફટકાર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK