નવી દિલ્હી: આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની આગલી સીઝનો દરમ્યાન મિડિયાને લગતી પ્રવૃત્તિઓ તેમ જ ગવર્નિંગ કાઉન્સિલમાં ભૂમિકા ભજવવા બદલ પોતાને સીઝનદીઠ ૧૦ લાખ ડૉલર (પાંચ કરોડ)નું વળતર મળવું જોઈએ એવી પોતાની નવેસરની માગણી ક્રિકેટ બોર્ડે સોમવારે નકારી કાઢી એનો સુનીલ ગાવસકરે ગઈ કાલે આકરા શબ્દોમાં પ્રત્યાઘાત આપ્યો હતો.
સનીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ‘ભૂતપૂર્વ બોર્ડપ્રમુખ શરદ પવાર અને લલિત મોદીએ મને આઇપીએલના એક કૉન્ટ્રૅક્ટના પાંચ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. અરુણ જેટલીએ પણ મને ખાતરી આપી હતી. જોકે બોર્ડ મારી બાકી નીકળતી રકમ ચૂકવવાની બાબતમાં હવે ફરી બેઠું છે. એના આ યુ-ટર્નથી મને આઘાત લાગ્યો છે. બોર્ડ આવો અભિગમ લેશે એ મેં વિચાર્યું જ નહોતું. બોર્ડ પરથી મારો વિશ્વાસ ડગમગી ગયો છે.’
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK