લોકો ધોની પર કેમ પ્રશ્નો કરી રહ્યા છે તે સમજાતું નથી : સંજય બાંગર

Published: Jul 01, 2019, 23:53 IST | London

મેચ હાર્યા બાદ તમામ લોકો ધોનીની ધીમી બેટીંગના કારણે ટીકા કરી રહ્યા હતા. ત્યારે ટીમ ઇન્ડિયાના બોટીગ કોચ સંજય બાંગર ધોનીના સમર્થનમાં સામે આવ્યા હતા. સંજય બાંગરે જણાવ્યું હતું કે સ્ટ્રાઇક રેટને લઈને આ અનુભવી બેટ્સમેનની સતત થઈ રહેલી ટીકા તે આશ્ચર્યચકિત

ભારતીય ટીમના બેટીંગ કોચ સંજય બાંગર
ભારતીય ટીમના બેટીંગ કોચ સંજય બાંગર

London : ઇંગ્લેન્ડ સામેની મેચ હાર્યા બાદ તમામ લોકો ધોનીની ધીમી બેટીંગના કારણે ટીકા કરી રહ્યા હતા. ત્યારે ટીમ ઇન્ડિયાના બોટીગ કોચ સંજય બાંગર ધોનીના સમર્થનમાં સામે આવ્યા હતા. સંજય બાંગરે જણાવ્યું હતું કે સ્ટ્રાઇક રેટને લઈને આ અનુભવી બેટ્સમેનની સતત થઈ રહેલી ટીકાથી તે આશ્ચર્યચકિત છે. ધોનીએ રવિવારે ઈંગ્લેન્ડ સામે 31 બોલમાં અણનમ 42 રન બનાવ્યા પરંતુ ભારત આ મેચ 31 રનથી હારી ગયું હતું. આ હાર બાદ એકવાર ફરી અંતિમ ઓવરમાં ઝડપથી રન બનાવવાની ધોનીની ક્ષમતા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

બાંગ્લાદેશ સામેની મેચ પહેલા સંજય બાંગરે કહ્યું
, એક ઈનિંગ (અફઘાન વિરુદ્ધ 52 બોલમાં 28 રન)ને છોડી દો તો તેણે હંમેશા પોતાની ભૂમિકા નિભાવી છે. તેણે 7 મેચમાંથી 5માં ટીમ માટે પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી છે. તેમણે કહ્યું, 'તેણે આફ્રિકા વિરુદ્ધ રોહિત શર્માની સાથે 70 રનની ભાગીદારી કરી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ તેને જરૂરી હતું તે કર્યું. માનચેસ્ટરમાં મુશ્કેલ પિચ પર 58 રનની મહત્વની ઈનિંગ રમી. અહીં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ તેણે પોતાની ભૂમિકા નિભાવી.'બાંગરને લાગતું નથી કે અંતિમ ઓવરોમાં ધોની અને કેદારના પ્રયાસોમાં કોઈ કમી હતી. તેમણે કહ્યું, મને એવું નથી લાગતું કારણ કે તેણે અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી. તેણે મેદાન (બાઉન્ડ્રી)ની લંબાઈનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને એવી બોલિંગ કરી જેના પર મોટા શોટ લગાવવા મુશ્કેલ હતા.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મળી રહેલ માહિતી પ્રમાણે ભુવનેશ્વર કુમાર ફિટ છે. બાંગરે બાંગ્લાદેશ સામે 3 બોલરોની સાથે ઉતરવાની યોજનાને નકારી નથી. તેમણે સંકેત આપ્યો કે રવીન્દ્ર જાડેજાને તક મળી શકે છે. બાંગરે કહ્યું, 'ટીમ મેનેજમેન્ટ અહીંના મેદાન અને સ્થિતિને જોતા ઘણા સંયોજનો અપનાવી શકે છે. અમે એવું સંયોજન પણ બનાવી શકીએ જેમાં હાર્દિક પંડ્યાની સાથે ત્રણ ફાસ્ટ બોલર હોય. બાંગરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું જાધવને અંતિમ-11માથી બહાર કરવામાં આવશે તો તેમણે કહ્યું, અમે જાડેજાને ટીમમાં સામેલ કરવા વિશે વિચારી રહ્યાં છીએ. ટીમ સંયોજન માટે તમામ ખેલાડીઓના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK