સિનિયર પ્લેયર હોવાનું કોઈ પ્રેશર નથી : ભુવનેશ્વર કુમાર

Published: Sep 10, 2020, 11:08 IST | IANS | New Delhi

આઇપીએલમાં તે તેની ટીમની જવાબદારી ઉપાડતો જોવા મળશે.

ભુવનેેશ્વર કુમાર
ભુવનેેશ્વર કુમાર

સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી રમતાં ભુવનેશ્વર કુમારનું કહેવું છે કે સિનિયર પ્લેયર હોવા છતાં તેના પર કોઈ પ્રેશર નથી. આઇપીએલમાં તે તેની ટીમની જવાબદારી ઉપાડતો જોવા મળશે. જોકે તેના પર કોઈ પ્રેશર આપવામાં નથી આવી રહ્યું. તેણે હૈદરાબાદની ટીમ માટે ૯૬ મૅચમાં ૧૦૯ વિકેટ લીધી છે. આ વિશે વાત કરતાં ભુવનેશ્વર કુમારે કહ્યું હતું કે ‘મારા પર હાલમાં કોઈ પ્રેશર નથી, કારણ કે ટીમ ક્યારેય પણ કોઈ એક જ પ્લેયર પર નિર્ભર નથી રહી. ટીમ હંમેશાં ૧૧ પ્લેયર પર નિર્ભર હોય છે. એક સિનિયર પ્લેયર હોવાથી તમે વધુ જવાબદારી લો છો, પરંતુ કોઈ પ્રેશર નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK