Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાલના સમયમાં કોઈ પણ ક્રિકેટ માટે હું કમિટેડ નથી : એબી ડિવિલિયર્સ

હાલના સમયમાં કોઈ પણ ક્રિકેટ માટે હું કમિટેડ નથી : એબી ડિવિલિયર્સ

01 May, 2020 06:04 PM IST | Mumbai Desk
Agencies

હાલના સમયમાં કોઈ પણ ક્રિકેટ માટે હું કમિટેડ નથી : એબી ડિવિલિયર્સ

એબી ડિવિલિયર્સ

એબી ડિવિલિયર્સ


સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કૅપ્ટન એબી ડિવિલિયર્સનું કહેવું છે કે હાલના સમયમાં હું કોઈ પણ ક્રિકેટ માટે કમિટેડ નથી. કોરોના વાઇરસને કારણે ક્રિકેટનું શું થશે એ કંઈ નક્કી નથી અને એથી જ હું અત્યારે કોઈ પ્રકારનું કમિટમેન્ટ આપવા નથી માગતો. આ વિશે ડિવિલિયર્સે કહ્યું કે ‘કોરોના વાઇરસને લીધે આવતા ૧૨ મહિના સુધી ક્રિકેટનું શેડ્યુલ ડામાડોળ છે. એ મહાબીમારીને કારણે જ હું હમણાં કોઈ કમિટમેન્ટ આપવા નથી માગતો. મારે ક્રિકેટ પર ધ્યાન આપવું છે, પણ આવતા ૧૨ મહિનાનાં શેડ્યુલ હજી સુધી નક્કી નથી. ટી૨૦ વર્લ્ડ કપના શેડ્યુલ માટે પણ ફેરફાર થઈ શકે છે છતાં હું એ બાબતે કોઈ પણ વિશેષ ટિપ્પણી કરવા માગતો નથી.’

ક્રિકેટજગતમાંથી સંન્યાસ લઈ ચૂકેલો આ પ્લેયર ફરી પાછો ક્રિકેટમાં આવવાના પ્રયાસ કરી રહ્યો છે. ટીમના કોચ માર્ક બાઉચર અને ડિરેક્ટર ગ્રેમ સ્મિથ સાથે પણ તેની ચર્ચા ચાલી રહી છે. જોકે ડિવિલિયર્સે આશા વ્યક્ત કરી છે કે નજીકના સમયમાં બધું વ્યવસ્થિત થઈ જશે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2020 06:04 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK