મુંબઈના ૪૪૩ રન સામે હૈદરાબાદ ૧ વિકેટે ૧૩૮

Published: 26th November, 2012 06:21 IST

હૈદરાબાદ: રણજી ટ્રોફીની ચાર દિવસની મૅચમાં ગઈ કાલે બીજા દિવસે રોહિત શર્માની કૅપ્ટન્સીમાં મુંબઈની ટીમ ૪૪૩ રને ઑલઆઉટ થઈ ત્યાર પછી હૈદરાબાદે એક વિકેટે ૧૩૮ રન બનાવ્યા હતા. ઓપનર અક્ષથ રેડ્ડી ૬૩ રને અને વનડાઉન બૅટ્સમૅન ૫૩ રને નૉટઆઉટ હતો. હૈદરાબાદ સામે મુંબઈના સાત બોલરોએ બોલિંગ કરી હતી જેમાંથી માત્ર ક્ષેમલ વાયંગણકરને એક વિકેટ લેવામાં સફળતા મળી હતી. એ સિવાય આવિષ્કાર સાળવી, અંકિત ચવાણ અને શાદુલ ઠાકુર સહિતના છ બોલરો વિકેટ લેવામાં નિષ્ફળ ગયા હતા.એ પહેલાં સવારે મુંબઈને ૪૪૩ રનનું ટોટલ અપાવવામાં હિકેન શાહ (૧૫૬ રન) અને રોહિત શર્મા (૧૧૨)ના સૌથી મોટા યોગદાનો હતા. અભિષેક નાયરે ૬૪ રન બનાવ્યા હતા. પેસબોલર આશિષ રેડ્ડીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK