IPL 2020: આઇપીએલનું ટાઇટલ જીતવા માટે દિલ્હી કૅપિટલ્સ આતુર

Updated: Sep 17, 2020, 11:05 IST | Agency | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કૅપિટલ્સ અત્યાર સુધી એક પણ વાર આ ટ્રોફી પોતાના નામે નથી કરી શકી, પણ આ વર્ષે આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરવા એની ટીમ સતત પ્રયાસ કરી રહી છે.

શ્રેયસ ઐયર
શ્રેયસ ઐયર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દિલ્હી કૅપિટલ્સ અત્યાર સુધી એક પણ વાર આ ટ્રોફી પોતાના નામે નથી કરી શકી, પણ આ વર્ષે આઇપીએલની ટ્રોફી પોતાના નામે કરવા એની ટીમ સતત પ્રયાસ કરી રહી છે. ૨૦૦૮ અને ૨૦૦૯ એમ સતત બે વર્ષ ટીમ સેમી ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ટીમ પોતાનો પહેલો આઇપીએલ ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. દિલ્હી કૅપિટલ્સના ફાસ્ટ બોલર કેગિસો રબાડાનું કહેવું છે કે ‘આ વર્ષની સીઝન સારી રહેવાની સંભાવના છે. અમે વિરોધી ટીમને ચૅલેન્જ પણ આપી શકીએ છીએ.’

દિલ્હી કૅપિટલ્સનો પહેલો મુકાબલો ૨૦ સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. એવામાં આઇપીએલનું ટાઇટલ જીતવા માટે દિલ્હી કૅપિટલ્સ કેટલી સક્ષમ છે એ જણાવતાં તેના પ્લસ અને માઇનસ પૉઇન્ટ્સ જોઈ લઈએ...

દિલ્હી કૅપિટલ સ્ક્વૉડ :
શ્રેયસ ઐયર (કૅપ્ટન), અજિંક્ય રહાણે, શિખર ધવન, શિમરન હૅટમાયર, પૃથ્વી શૉ, માર્ક્સ સ્ટોઇનિસ, લલિત યાદવ, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કીમો પૉલ, ડૅનિયલ સેમ્સ, ઍલેક્સ કેરી, રિષભ પંત (વિકેટકીપર), કેગિસો રબાડા, સંદીપ લમિચ્ચને, ઈશાન્ત શર્મા, મોહિત શર્મા, અવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, અમિત મિશ્રા અને અન્રિક નૉર્કિયા.

પ્લસ પૉઇન્ટ

દિલ્હી કૅપિટલ્સની બૅટિંગ લાઇનઅપ ગયા વર્ષે ઘણી જબરદસ્ત હતી અને આ વર્ષે એણે બૅટિંગ લાઇનઅપમાં વધારો કર્યો છે. શિખર ધવન, શિમરન હૅટમાયર અને શ્રેયસ ઐયર ઉપરાંત તેમની ટીમમાં હવે અજિંક્ય રહાણે પણ જોડાયો છે જેને લીધે ટીમની બૅટિંગ લાઇનઅપ સારી જોવા મળી રહી છે. માર્ક્સ સ્ટોઇનિસ, ઍલેક્સ કેરી અને પૃથ્વી શૉ જેવા પ્લેયર પણ ટીમમાં સામેલ છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં અનુભવી રવિચંદ્રન અશ્વિન સાથે અક્ષર પટેલ, અમિત મિશ્રા અને સંદીપ લમિચ્ચનેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્લેયરોને ટ્રેઇનિંગ આપવા માટે અનુભવી દિગ્ગજ પ્લેયર રિકી પૉન્ટિંગ ફરજ બજાવશે.

માઇનસ પૉઇન્ટ

દિલ્હી કૅપિટલ્સની સૌથી મોટી ખામી એ છે કે તેઓ સતત સારો પર્ફોર્મન્સ નથી આપી શકતા. રિષભ પંત અને પૃથ્વી શૉ તેમને માટે ક્યારેક ચિંતાનો વિષય બની શકે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં એકમાત્ર રબાડા સતત ૧૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરનાર પ્લેયર છે. સામા પક્ષે ઇશાન્ત શર્મા પર મોટા ભાગની બોલિંગની જવાબદારી રહી શકે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK