હૉકી વર્લ્ડ કપમાં સ્પેન સામે મૅચ ડ્રૉ કરીને ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યું ક્વૉર્ટર ફાઇનલમાં

Bhubaneswar | Dec 07, 2018, 15:13 IST

ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે દરેક પૂલમાંથી એક ટીમ ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય કરશે..

હૉકી વર્લ્ડ કપમાં સ્પેન સામે મૅચ ડ્રૉ કરીને ન્યુ ઝીલૅન્ડ પહોંચ્યું ક્વૉર્ટર ફાઇનલમાં
હૉકી વર્લ્ડ કપ બની રહ્યો છે રોમાંચક

ભુવનેશ્વરમાં ચાલી રહેલા હૉકી વર્લ્ડ કપમાં ગઈ કાલે પૂલ-ખ્માં ન્યુ ઝીલૅન્ડે સ્પેન સામે મૅચ ૨-૨થી ડ્રૉ કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટુર્નામેન્ટના નિયમ પ્રમાણે દરેક પૂલમાંથી એક ટીમ ક્વૉર્ટર ફાઇનલ માટે ક્વૉલિફાય કરશે. બાકીનાં આઠ સ્થાન નક્કી કરવા, બીજા ગ્રુપની ટીમ સામે મૅચો રમશે. ગઈ કાલે કલિન્ગા સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડ અને સ્પેન વચ્ચેની મૅચ ૨-૨થી ડ્રૉ રહી હતી. સ્પેનના ખેલાડીએ છઠ્ઠી મિનિટે ગોલ કરીને સારી શરૂઆત કરાવી હતી અને પહેલાં હાફ સુધી લીડને વધારીને ૨-૦ કરી લીધી હતી. ત્રીજા ક્વૉર્ટરમાં મજબૂત ડિફેન્સથી સ્પેને કિવી ટીમને ગોલ કરવાનો કોઈ મોકો ન આપ્યો. ચોથા ક્વૉર્ટરમાં હેડન ફિલિપ્સ અને કેન રસેલે છેલ્લી ૧૫ મિનિટમાં બે ગોલ કરીને મૅચ ડ્રૉ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK