મેલબર્ન : ભારતે ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં બેલ્જિયમને ક્વૉર્ટર ફાઇનલમાં ૧-૦થી હરાવીને આગલા બે પરાજયનું સાટું વાળ્યું હતું. આ જીત સાથે ભારતે સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જેમાં એનો મુકાબલો ઑસ્ટ્રેલિયા સાથે થશે. ઑસ્ટ્રેલિયા આગલી ચારેય ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન થયું હતું.
ગઈ કાલે મૅચનો એકમાત્ર ગોલ ભારતે ૧૩મી મિનિટમાં કર્યો હતો. નીતિન થીમૈયાએ જોરદાર શૉટથી બૉલને ગોલ-પોસ્ટના જમણા કૉર્નરમાં મોકલીને ગોલ કર્યો હતો. બેલ્જિયમે આગલી બન્ને મૅચમાં ભારતને હરાવ્યું હતું. એમાંથી એક પરાજય ગયા વર્ષે ચૅમ્પિયન્સ ચૅલેન્જની ફાઇનલમાં અને બીજો લંડન ઑલિમ્પિક્સની લીગ મૅચમાં થયો હતો.
આવતી કાલે ભારત સામે સેમીમાં ટક્કર ઝીલનાર ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં ઇંગ્લૅન્ડને ૨-૦થી હરાવ્યું હતું.
ભારત-પાકિસ્તાન સામસામે આવી શકે
આવતી કાલે બીજી સેમી ફાઇનલ પાકિસ્તાન-નેધરલૅન્ડ્સ વચ્ચે રમાશે. જો પાકિસ્તાન આ મૅચ જીતશે અને ત્યાર પછીની સેમીમાં ઑસ્ટ્રેલિયાને ભારત હરાવશે તો રવિવારની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે.
ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં પાકિસ્તાને લંડન ઑલિમ્પિક્સના ગોલ્ડ મેડલિસ્ટ જર્મનીને ૨-૧થી હરાવીને અપસેટ સરજ્યો હતો. બીજી ક્વૉર્ટરમાં નેધરલૅન્ડ્સે ન્યુ ઝીલૅન્ડને ૨-૦થી પરાજિત કર્યું હતું.
ઑસ્ટ્રેલિયા સામે શાનદાર જીત બાદ કેપ્ટન અજિંક્ય રહાણેનું ભારતમાં ભવ્ય સ્વાગત
21st January, 2021 14:45 ISTભારત કોરોનાની એક કરોડ રસીના ડૉઝ દાનમાં આપશે
20th January, 2021 14:18 ISTભારત આજે છ પાડોશી દેશોને મોકલશે કોરોના વેક્સીન, જાણો વધુ
20th January, 2021 13:20 ISTભારતે ભૂતાન મોકલ્યા કોરોના વેક્સિનના 1.5 લાખ ડોઝ, આ દેશોને પણ સપ્લાય કરશે
20th January, 2021 11:15 IST