ભારતના હૉકી-કોચ હરેન્દ્ર સિંહની હકાલપટ્ટી

Jan 10, 2019, 09:17 IST

જોકે જુનિયર ખેલાડીઓને કોચિંગ આપવાની ઑફર કરવામાં આવી

ભારતના હૉકી-કોચ હરેન્દ્ર સિંહની હકાલપટ્ટી
પૂર્વ હૉકી કોચ હરેન્દ્રસિંહ

વર્લ્ડ કપમાં ખરાબ પર્ફોર્મન્સને કારણે હૉકી ઇન્ડિયાએ ભારતના કોચ હરેન્દ્ર સિંહને કોચપદેથી હકાલપટ્ટી કરી હતી. દ્રોણાચાર્ય અવૉર્ડ વિજેતા આ કોચને ફરીથી જુનિયર ટીમના કોચપદની ઑફર કરવામાં આવી છે. એક સત્તાવાર પ્રેસ-રિલીઝમાં કહેવામાં આવ્યું હતું કે ‘તેમના કોચિંગ હેઠળ જુનિયર ટીમે જુનિયર વર્લ્ડ કપ સહિત ઘણી ટુર્નામેન્ટ જીતી હતી. તેમનામાં જુનિયર પ્લેયરોને મોટિવેટ કરવાની ગજબની આવડત છે.’

આ પણ વાંચોઃ બેલ્જિયમે પહેલી વાર જીત્યો હૉકી વર્લ્ડ કપ

હૉકી ઇન્ડિયા ટૂંક સમયમાં ચીફ કોચના પદ માટે ઍપ્લિકેશનો મગાવશે. ભારતની હૉકી ટીમે ગયા નવેમ્બરમાં ભુવનેશ્વરમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ક્વૉર્ટ્ર ફાઇનલમાં હોલૅન્ડ સામે ૧-૨થી હારતાં વર્લ્ડ કપ જીતવાની સુવર્ણ તક ગુમાવી હતી.

Tags

hockey
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK