Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > અમદાવાદ : અંડર 16 ફુટબોલ ટુર્નામેન્ટમાં હીરામણી સ્કુલ ચેમ્પિયન બની

અમદાવાદ : અંડર 16 ફુટબોલ ટુર્નામેન્ટમાં હીરામણી સ્કુલ ચેમ્પિયન બની

01 December, 2019 12:29 PM IST | Ahmedabad

અમદાવાદ : અંડર 16 ફુટબોલ ટુર્નામેન્ટમાં હીરામણી સ્કુલ ચેમ્પિયન બની

હીરામણી સ્કુલ

હીરામણી સ્કુલ


અમદાવાદમાં રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્સ દ્વારા આયોજીત અંડર 16 ફુટબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ શનિવારે યોજાઇ હતી. આ ફાઇનલ મેચ સ્પ્રીન્ટ ગ્રાઉન્ડમાં હીરામણી સ્કુલ અને આનંદનીકેતન સ્કુલ, શીલજ વચ્ચે યોજાઇ હતી. આ ફાઇનલ મેચમાં હીરામણી સ્કુલે શાનદાર રમત દાખવતા 1-0થી જીત મેળવી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની હતી.

બંને ટીમો વચ્ચે શાનદાર મેચ જોવા મળી હતી. આનંદનીકેતન સ્કુલે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. પણ અનુભવી હીરામણી સ્કુલની ટીમના ખેલાડીઓ સામે વામણા સાબિત થયા હતા અને હીરામણી સ્કુલ 1-0થી મેચ જીતી લીધી હતી. જીત બાદ વિજેતા ટીમ હીરામણી સ્કુલને 25,000 નો ચેક અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો કર્મરાજ ગોહિલને ગોલ્ડન બુટ અને પરમને ગોલ્ડન ગ્લોઝ અને દરેક ખેલાડીઓને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જીતનાર ટીમને નરહરી અમીન અને હીરામણી ફુટબોલ ટીમના કોચ અમિત પટેલ અને રજનીકાન્તે અભિનંદન પાઠવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 12:29 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK