ભારત મજબુત સ્થિતિમાં, દ્રવિડને જીવનદાન મળ્યું

Published: 28th December, 2011 05:23 IST

એક સમયની ટેસ્ટની નંબર વન ટીમો ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૫.૦૦)માં શરૂઆતથી જ હાઇ-વૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે.

 

મેલબર્ન: સોમવારના પ્રથમ દિવસે માઇક હસી અને એડ કૉવનને રિપ્લે મુજબ આઉટ ન હોવા છતાં આપવામાં આવ્યા એનો વિવાદ હજી શમ્યો નહોતો ત્યાં ગઈ કાલે બન્ને ટીમના કેટલાક પ્લેયરો વચ્ચે ગરમાગરમીના દૃશ્યો જોવા મળ્યાં હતાં.

જોકે આ માહોલમાં અમ્પાયરો પણ લપેટમાં આવી ગયા છે. ગઈ કાલે સવારે બ્રૅડ હૅડિનનો ઝહીર ખાનના બૉલમાં વીરેન્દર સેહવાગે કૅચ પકડ્યો ત્યારે હૅડિને નીકળતાં પહેલાં સેહવાગને તેણે કૅચ પકડ્યો કે નહીં એ પૂછી લીધું હતું. સેહવાગે તો હા પાડી હતી, પરંતુ પછી તરત અમ્પાયરોએ ઝહીરનો એ નો બૉલ હતો કે નહીં એ પણ થર્ડ અમ્પાયરને પૂછટ્યું હતું જેમાં એ બૉલ કાયદેસર હોવાનો નિર્ણય આવતાં હૅડિને પછીથી ચાલતી પકડી હતી.

રાહુલ દ્રવિડ એક તબક્કે પીટર સીડલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો અને પૅવિલિયન તરફ જઈ રહ્યો હતો. જોકે સોમવારના વિવાદાસ્પદ સાઉથ આફ્રિકન અમ્પાયર મારૅ એરૅમ્મસે થર્ડ અમ્પાયર પાસે ચેક કરાવ્યું તો સીડલનો એ ફ્રન્ટ-ફૂટ નો બૉલ હતો જેના કારણે દ્રવિડને પાછો બોલાવવામાં આવ્યો હતો.

ગઈ કાલની બીજા દિવસની રમતને અંતે ભારતનું ટોટલ ૩ વિકેટે ૨૧૪ રન હતું. એ પહેલાં ઑસ્ટ્રેલિયા ૩૩૩ રનમાં ઑલઆઉટ થયું હતું. ઝહીર ખાને ચાર તથા ઉમેશ યાદવ અને રવિચન્દ્રન અશ્વિનને ત્રણ-ત્રણ શિકાર કરવામાં સફળતા મળી હતી. બ્રૅડ હૅડિન અને પીટર સીડલ વચ્ચેની પ્રથમ દિવસની અતૂટ જોડી ગઈ કાલે સવારે વહેલી જ તૂટી ગઈ હતી. બન્નેને ઝહીર ખાને આઉટ કર્યા હતા.

કૉવનને ઈજા

ફસ્ર્ટ ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયનોમાં સૌથી વધુ ૬૮ રન બનાવનાર નવા ઓપનર એડ કૉવનને પીઠમાં ઈજા થઈ છે જેને લીધે ગઈ કાલે તેણે બહુ ઓછી ફીલ્ડિંગ કરી હતી એટલે કાંગારૂઓ ચિંતામાં આવી ગયા છે

નંબર-ગેમ
ઝહીરે ઑસ્ટ્રેલિયામાં આટલી વખત ટેસ્ટઇનિંગ્સમાં ચાર કે ચાર કરતાં વધુ વિકેટો લીધી છે અને આ સિદ્ધિ મેળવનાર તે ભારતનો પ્રથમ લેફ્ટી પેસબોલર છેધોની ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવી ચૂકેલી ટીમોના કૅપ્ટન-વિકેટકીપરોમાંથી ટેસ્ટઇનિંગ્સમાં આટલા કૅચ પકડનારાઓમાં બીજો છે. ૧૯૯૮માં ઇંગ્લૅન્ડના ઍલેક સ્ટુઅર્ટે આ રેકૉર્ડબુકમાં પ્રથમ નામ નોંધાવ્યું હતું

૧૮

સચિનની ગઈ કાલે આટલામી ઇનિંગ્સ ઇન્ટરનૅશનલ સેન્ચુરી વિનાની ગઈ હતી. જોકે આ ઇનિંગ્સોમાં તેની ૭ હાફ સેન્ચુરીઓ તો છે જ

૨૦

દ્રવિડ અને સચિન વચ્ચે ટેસ્ટમાં આટલી સેન્ચુરી-પાર્ટનરશિપ થઈ છે જે હાઇએસ્ટ છે. બીજા નંબરના જોડીદારો (ગ્રિનિજ-હેઇન્સ)ની તેમના કરતાં આવી ચાર ઓછી ભાગીદારીઓ છે

૮૮

દ્રવિડ ટેસ્ટમાં અલગ-અલગ બૅટ્સમેનો સાથે કુલ આટલી સેન્ચુરી-પાર્ટનરશિપમાં જોડીદાર છે. તેના પછી ૮૪ ભાગીદારીઓ સાથે સચિન અને ૮૨ પાર્ટનરશિપ્સ સાથે પૉન્ટિંગ ત્રીજે છે

૩૩૩

ઑસ્ટ્રેલિયાનું ગઈ કાલનું આટલું ટોટલ ભૂતપૂર્વ અમ્પાયર ડેવિડ શેફર્ડની સ્ટાઇલમાં કહીએ તો ટ્રિપલ નેલ્સન-સ્કોરના રૂપમાં હતું અને ટેસ્ટક્રિકેટમાં કોઈ ટીમની ઇનિંગ્સ આ ટોટલ પર પૂરી થઈ હોય એવું આઠ વખત બન્યું છે

૮૦૦૦

સેહવાગ ગઈ કાલે ટેસ્ટમાં આટલા રન પૂરા કરનાર વિશ્વનો ૨૩મો અને ભારતનો પાંચમો પ્લેયર બન્યો હતો. ભારતીયોમાં અગાઉ સચિન, દ્રવિડ, ગાવસકર અને લક્ષ્મણ આ આંકડો પાર કરી ચૂક્યા છે

કોનું શું માનવું છે?

રવિચન્દ્રન અશ્વિન : સચિન તેન્ડુલકરની વિકેટ રમતની છેલ્લી ક્ષણોમાં પડતાં અમારી બધી બાજી ઊંધી વળી ગઈ હતી. જોકે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની ટીમને સારી એવી લીડ અપાવી શકે એમ છે.

બ્રૅડ હૅડિન : મૅચમાં અત્યારે ભારતનો હાથ થોડો ઉપર છે, પરંતુ અમે ધોની ઍન્ડ કંપનીને સવારના પ્રથમ સેશનથી જ પ્રેશરમાં લાવી દઈશું અને અમે લીડ લઈએ એવું પરાક્રમ કરી બતાવીશું.

-    પૂરક માહિતી : અનંત ગવંડળકર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK