World Cup 2019: વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને લેવા પાછળ શું છે કારણ

London | Jul 01, 2019, 20:31 IST

શિખર ધવન બાદ વધુ એક ઝટકો લાગતા વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર નિકળી ગયો છે. તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન મળ્યું છે. મયંકને ટીમમાં સ્થાન મળતા અનેક લોકોમાં તેને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

World Cup 2019: વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને લેવા પાછળ શું છે કારણ
મયંક અગ્રવાલ

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ખેલાડીઓની ઇજા ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે ભારતને શિખર ધવન બાદ વધુ એક ઝટકો લાગતા વિજય શંકર વર્લ્ડ કપમાંથી બહાર નિકળી ગયો છે. તેની જગ્યાએ ટીમમાં મયંક અગ્રવાલને સ્થાન મળ્યું છે. મયંકને ટીમમાં સ્થાન મળતા અનેક લોકોમાં તેને લઇને પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ત્યારે ક્યા કારણથી તેને ટીમમાં લેવામાં આવ્યો છે તેનું ગણિત અમે તમને જણાવીશું.

શું કહ્યું ક્રિકેટ બોર્ડે
ભારતીય ક્રિકેટ બોર્ડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, 'વિજય શંકરના પગના અંગૂઠામાં ઈજાને કારણે વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ભારતીય મેનેજમેન્ટ વિજય શંકરના સ્થાને મયંક અગ્રવાલને સામેલ કરી શકે છે. ખાસ વાત છે કે અગ્રવાલે અત્યાર સુધી એકપણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી નથી. પરંતુ કર્ણાટકના ઓપનિંગ બેટ્સમેન 28 વર્ષના મયંક અગ્રવાલે પાછલા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટમાં પર્દાપણ કર્યું હતું. જો તેને વિશ્વકપમાં રમવાની તક મળે તો તેની પ્રથમ વનડે હશે.'

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

શું કામ મયંકને વર્લ્ડ કપમાં મળી તક
?
પ્રશ્ન એ છે કે વિજય શંકરને સ્થાને મયંકને તક કેમ આપવામાં આવી રહી છે. તેની પાછળ આ કારણ હોઈ શકે કે ટીમને ઓપનરની જરૂર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન કેએલ રાહુલને ઈજા થઈ હતી. તે ફીલ્ડિંગ દરમિયાન મેદાનની બહાર જઈ રહ્યો હતો. તેવામાં મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરી શકે છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ઓપનીંગ કરી શકે છે મયંક અગ્રવાલ
વર્લ્ડ કપમાં હવે ભારતની 2 મેચો બાકી છે. ત્યારે આ બંને મેચમાં નંબર
4 પર રિષભ પંત કંઇ ખાસ પ્રદર્શન ન કરી શકે તો મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે અને લોકેશ રાહુલ ફરી નંબર 4 પર બેટિંગ કરી શકશે. પરંતુ હજુ સુધી ટીમ મેનેજમેન્ટે રાહુલની ઈજા વિશે કોઈ અપડેટ આપ્યું નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK