હેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર

Updated: Jul 24, 2019, 15:52 IST | લંડન

સેરેના અને હેલેપ વચ્ચે રમાયેલી ફાઇનલ મૅચમાં હેલેપે સેરેનાને ૬-૨, ૬-૨થી હાર આપી પોતાનું પહેલું વિમ્બલડન ટાઇટલ જીતી લીધું હતું.

હેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર
હેલેપ જીતી પહેલી વિમ્બલ્ડન ટ્રોફી સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર

લંડનમાં ગઈ કાલે યોજાયેલી મહિલા એકલ વર્ગની વિમ્બલડનની ફાઇનલમાં રોમાનિયાની સિમોના હેલેપે આઠમી વાર આ ટાઇટલ જીતવાનું સેરેના વિલિયમ્સનું સપનું ચકનાચૂર કરી દીધું હતું. સેરેના અને હેલેપ વચ્ચે રમાયેલી ફાઇનલ મૅચમાં હેલેપે સેરેનાને ૬-૨, ૬-૨થી હાર આપી પોતાનું પહેલું વિમ્બલડન ટાઇટલ જીતી લીધું હતું.

આ પણ વાંચોઃ કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની

આ મૅચ હારવાની સાથે સેરેનાએ પોતાની ૨૪મી ગ્રૅન્ડ સ્લેમ ટાઇટલ જીતવાની તક પણ ગુમાવી દીધી હતી.  શરૂઆતની ૨૬ મિનિટમાં જ હેલેપે પહેલા સેટમાં ૬-૨થી લીડ લઈ લીધી હતી. જોકે બીજા સેટમાં સેરેનાએ સારી શરૂઆત કરી હતી, પણ સામે કૉમ્પિટિશન આપતાં હેલેપે સ્કોર ૨-૨ પર લાવીને મૂકી દીધો અને પછી ગેમમાં સારો દેખાવ કરતાં સ્કોર ૬-૨ સુધી લઈ જતાં બીજો સેટ જીતી લીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK