World Cup 2019 : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદની આગાહી

Published: Jul 07, 2019, 23:21 IST | Manchester

9 જુલાઇના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં પહેલી સેમી ફાઇનલ મેચ રમાશે. તો બીજા સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. પરંતુ જો ભારત અને ન્યુઝીલેન્ડની લીગ મેચ વરસાદનો ભોગ બની હતી અને મેચ રમાઇ ન હતી.

Manchester : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 તેના અંતિમ તબક્કા પર પહોંચી ગયું છે. 9 જુલાઇના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માનચેસ્ટરમાં પહેલી સેમી ફાઇનલ મેચ રમાશે. તો બીજા સેમી ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો થશે. પરંતુ જો ભારત અને ન્યુઝીલેન્ડની લીગ મેચ વરસાદનો ભોગ બની હતી અને મેચ રમાઇ ન હતી. તેથી ભારત અને ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે પહેલીવા સેમી ફાઇનલમાં એકબીજા સામે ટકરાશે.


પરંતુ બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે બ્રિટિશ હવામાન વિભાગે માંન્ચેસ્ટરમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ફરી વરસાદનો ભોગ બને એવી સંભાવનાઓ છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઇગ્લેન્ડમાં રમાઇ રહેલા વર્લ્ડકપમાં અનેક મેચોમાં વરસાદ વિલન બન્યો હતો. વરસાદના કારણે અનેક મહત્વની મેચ ન રમાતા ક્રિકેટ ચાહકોને નિરાશા થઈ હતી.


ત્યારે હવે 9 જુલાઇના રોજ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદ પડશે તો શું થશે તેને લઇને ક્રિકેટ ચાહકોમાં સવાલ ઉઠી રહ્યા છે. જો સેમિફાઇનલમાં વરસાદ પડશે તો શું નિર્ણય લેવામાં આવશે તે વિશે પણ ફેન્સના મનમાં સવાલ છે. ત્યારે હવે એવી માહિતી મળી છે કે આ સમસ્યાને ધ્યાનમાં રાખી આઈસીસીએ અગાઉથી એક પ્લાન તૈયાર કર્યો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

રિપોર્ટ મુજબ જો વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇલ(9 જુલાઈ) મેચમાં વરસાદ પડે તો મેચ આગામી દિવસે એટલે કે 10 જુલાઈના રોજ રમાડવામાં આવશે. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે આઈસીસી દ્ધારા રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK